Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ખંભાળિયાઃ પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટમાં ફરિયાદઃ બોમ્બે મિનરલ કંપનીએ ફેકટરી બંધ કરી

ખંભાળીયા તા. ૧૭ : હર્ષદપુર વિસ્તારમાં આવેલી બોમ્બે મિનરલ કંપની, આશાપુરા કંપની દ્વારા પ્રદૂષણ કરવામાં આવતું હોય આ મુદ્દે હર્ષદપુરના અગ્રણી ઘેલુભાઇ ખેરાજ ગઢવી દ્વારા આ મુદ્દે સ્થાનિક તંત્ર તથા જિલ્લા તંત્રને આ અંગે વારંવાર ફરિયાદો કરવામાં આવી હતી જે પછી પણ યોગ્ય કાર્યવાહી ના થતાં તેમણે આ મુદ્દે હાઇકોર્ટમાં ફરિયાદ કરતા હાઇકોર્ટે ખાસ હુકમ કરીને જિલ્લા કલેકટરને ૧ માસમાં તપાસ કરીને પગલા લેવા આદેશ કરેલા જેના અનુસંધાને પ્રાંત અધિકારી તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી દ્વારા સ્થળ તપાસ તથા પંચ રોજકામ કરીને રીપોર્ટ કરાયો હતો.

જોકે આના અનુસંધાને કંપની દ્વારા પ્રદૂષણ અટકાવવા પગલા લેવાયા હતા. પણ હાઇકોર્ટની મેટર હોય ગઇકાલથી આ કંપનીએ તેનો સંપૂર્ણ પ્લોટ બંધ કરી દીધો છે તથા જ્યાં સુધી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કલીયરીંગ સર્ટી ના આપે ત્યાં સુધી બંધ રહેશે તેમ જાણવા મળેલ છે.(૨૧.૧૯)

(1:01 pm IST)