Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ચોટીલાઃ રૂપાવટી શાળાનું લીટલ પેરેડાઈઝનું મોડેલ રાજકક્ષાએ ચમકશે

ચોટીલા  : તાજેતરમાંજ જીલ્લા કક્ષાએ ડાયેટ દવારા યોજાયેલ ઇનોવેશન ફેરમાં અંગ્રેજી વિષય પ્રત્યે બાળકોની રૂચી વધે તે માટે થાનગઢની રૂપાવટી થાનગઢ ની રૂપાવટી પ્રાથમિક શાળાએ આગવી શિક્ષણ શૈલી થી તૈયાર કરેલ અનોખા ''લીટલ પેરેડાઇઝ'' કલાસરૂમનું મોડેલ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ ક્રમે આવી રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જતા સ્થાનિક શિક્ષણ વિભાગમાં ગર્વની લાગણી છવાયેલ છે

આ ફેરમાં જીલ્લાની ૪૯ પ્રાથમિક શાળા અને ૧૦ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓએ વિવિધ વિષયોનાં શિક્ષણમાં નાવિન્યકરણ સાથે ભાગ લીધેલ હતો

આ ઇનોવેશન ફેર નું જીલ્લા વિકાસ અધિકારી મનિષકુમાર બંસલ સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને જીલ્લાની તમામ શાળાઓનાં પ્રતિનિધિઓ સાથે શિક્ષણવિંદોએ તમામ કૃતિઓ નિહાળી રાજય કક્ષાના ફેર માટેની પસંદગી કરેલ હતી

આમતો સરકારી શાળાઓને લઈને લોકોમાં અનેક માન્યતાઓ ઘર કરી ગયેલ છે ત્યારે

ડીસ્ટ્રીકટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજયુકેશન એન્ડ ટ્રેનીંગ સેન્ટર દ્વારા શિક્ષણમાં નાવિન્યકરણ સાથે પ્રયોગ કરતી શાળાઓ વચ્ચે જીલ્લા કક્ષાએ તાજેતરમાં ઇનોવેશન ફેર નું આયોજન કરવામાં આવેલ જેમાં અંગ્રેજી વિષય પ્રત્યે બાળકોની રૂચી વધે તે માટે થાનગઢની રૂપાવટી પ્રાથમિક શાળાએ આગવી શિક્ષણ શૈલી થી તૈયાર કરેલ અનોખા ''લીટલ પેરેડાઇઝ '' કલાસરૂમનું મોડેલ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ ક્રમે આવી રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા પસંદ થયેલ છે.

પ્રથમ આવનાર રૂપાવટી શાળાનાં ઇનોવેટર શિક્ષક જયશ્રીબેને મકવાણાએ જણાવ્યું કે, શૈક્ષણિક રીતે પછાત અને ખેતી ઉપર નભતા વિસ્તારનાં સામાન્ય પરિવારનાં બાળકો અંગ્રેજી ભાષાના ડર થી સાતમાં ધોરણ પછી અભ્યાસ છોડી દેતા જેથી તેઓએ તેમની સુઝબુઝ થી માત્ર અંગ્રેજી વિષયનું લર્નીગ મટીરીયલ્સ તૈયાર કરી શિક્ષણ આપતો કલાસ રૂમ બનાવ્યો જેમાં વિદ્યાર્થીઓ સ્પેલિંગ બોલી હાજરી પુરાવવાનાં નિયમ સાથે ક કકો બારખડી, જીવનમાં રોજબરોજ ઉપયોગી શબ્દો, અને વાકય રચનાનું શિક્ષણ બાળક રમતા રમતા શિખે તેવા વેસ્ટ ચીજ વસ્તુમાંથી બનાવેલ શૈક્ષણિક ઉપકરણો થકી ગામડાંનાં બાળકો અંગ્રેજીનાં પાઠ વાચતા, બોલતા થયા તેમનું નાવિન્યકરણ સફળ થતું દેખાયુ જે હાલમાં યોજાયેલા ફેરમાં મુકાયુ અને રાજય કક્ષાએ પહોંચ્યું છે મને તેનો આનંદ છે મારા આ પ્રયોગમાં મારા શાળા પરિવારે પણ ખુબ સહકાર આપ્યો જેની પોઝેટીવ અસર વિદ્યાર્થીઓ ઉપર પહોંચી છે.(૩૦.૩)

(12:08 pm IST)