Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પુરૂષાર્થ શૈક્ષણિક સંકુલનો નવતર પ્રયોગ

ભાણવડમાં બોર્ડની પરિક્ષાને ડર દૂર કરવા ૨૬૨ વિદ્યાર્થીઓએ આપી પ્રી પરીક્ષા

ભાણવડ,તા.૧૭: આગામી દિવસોમાં આવી રહેલી એસ.એસ.સી.બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખીને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં સ્વાભાવિક રીતે એક જાતની હાઉ જોવા મળતો હોય છે. જે વિદ્યાર્થીના પરિણામ પર પણ વિપરીત અસર કરતો હોવાનું સામાન્ય રીતે જોવા મળતુ હોય છે. ત્યારે ભાણવડ ખાતે આવેલી અને કાયમ માટે કઈંકને કઈક એવા નવતર પ્રયોગો કરતી રહે છે. જે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં અને એના સર્વાગી વિકાસમાં મદદરૂપ થતો હોય છે.

આવો જ નવતર પ્રયોગ આ સેલ્ફ ફાયનાન્સ સ્કુલ પુરૂષાર્થ શાળામાં કરવામાં કરવામાં આવ્યો હતો. એસ.એસી.સી.બોર્ડમાં આ વખતે પરીક્ષા આપતા તાલુકાભરના વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાને લઈને અનુભવાતો અદ્રશ્ય ડર અને મુંજવણ દુર કરવાના હેતુથી સંપુર્ણ બોર્ડની પેટર્ન મુજબનું વાતાવરણ તૈયાર કરી, અદદલ બોર્ડની પરીક્ષાના ડેમો સમાન બોર્ડ પધ્ધતિ અપનાવી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં તાલુકાભરની ૧૩ સરકારી તેમજ ખાનગી શાળાના કુલ ૨૬૨ વિદ્યાર્થી- વિદ્યાર્થીનિઓ જોડાયા હતા. આ પરીક્ષા દરમ્યાન બોર્ડ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ઉપરવહી, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, પરીક્ષાની રીસીપ્ટ, સીટનંબર, ચેકિંગ માટેનો સ્કવોડ સ્ટાફ સહિતની વ્યવસ્થા સાથે સતત છ દિવસ સુધી સંપુર્ણ બોર્ડ સીસ્ટમથી લેવામાં આવેલી આ પરીક્ષાના અંતે વિદ્યાર્થીઓમાં અગાઉથી ઘર કરી ગયેલો ડર એકદમ દુર થઈ ગયો હતો.

શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ભીમશીભાઈ કરમુર તથા શિક્ષક સ્ટાફના જણાવ્યા મુજબ પરીક્ષાર્થીઓએ આ પરીક્ષાને ''મીની બોર્ડ એકઝામ'' ઉપનામ આપ્યું હતુ. શાળા દ્વારા વિદ્યાર્થીઓને મોટીવેટ કરવા માટે આવતી ૨૨મી ફેબ્રુએ જાહેર થનારા રીઝલ્ટ બાદ પ્રથમ, દ્વિતિય અને તૃતિય આવનાર વિદ્યાર્થીને અનુક્રમે રૂ.૫૦૦૦/, ૩૦૦૦/ તથા ૨૦૦૦/ રોકડ પુરસ્કાર સાથે શિલ્ડ તેમજ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. જયારે ટોપ ટેનના અન્ય વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.(૩૦.૫)

(12:07 pm IST)