Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ઉપલેટા ભાલોડીયા મહિલા કોલેજમાં ઇનામ અને વિદાય સમારોહ

ઉપલેટા, તા. ૧૬ :  આર. પી. ભાલોડીયા મહિલા કોલેજના વર્ષ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓમાં સારો દેખાવ કરનાર બહેનોને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કાયૃક્રમનું આયોજન કરવામાં આવેલ તેમજ ટી.વાય.ના બહેનોને વિદાય સમારોહ પણ યોજવામાં આવેલ મુખ્ય વકતા તરીકે ટ્રેનર અને મોટી વેટર દિપકભાઇ તરૈયાએ બહેનોને પ્રેરક ઉદ્બોધન આપેલ હતું તેમજ કોલેજના પ્રાધ્યાપક શ્રધ્ધાબેન નાયક પી.એચ.ડી. થતાં ટ્રસ્ટના પ્રમુખ રસીકભાઇ ઝાલાડીયાના ધર્મપત્ની ઉષાબહેને શાલ ઓઢાળી બહુમાન કરેલ હતું. પ્રિન્સીપાલ ડો. મહેન્દ્ર કાલાવડીયાએ બહેનોને ભવિષ્યમાં સમાજરૂપી પરીક્ષાની સફળતામાં જરૂરી સુચનો કરેલ અને ટ્રસ્ટના મંત્રી પ્રવિણભાઇ દલસાણીયાએ પોતાના પ્રવચનમાં બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રવૃત્તિઓમાં સારો દેખાવ કરનાર બહેનોને રસીકભાઇ ઝાલાવડીયાએ ઇનામો આપી પ્રોત્સાહિત કરેલ કાર્યક્રમનું સંચાલન ડો. કૈલાશબેન ઉપાધ્યાય કરેલ તેમજ આભારવિધિ ઉર્વશીબેન કંટારીયા કરેલ અને સફળ બનાવવા માટે કિરણભાઇ સૈજા કોલેજના જીએસ ગામી ધ્રુવી અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી. ઇનામ અને વિદાય સમારંભની તસ્વીરો. (૯.ર)

(12:05 pm IST)