Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પોરબંદરમાં આવતા યાત્રાળુઓ માટે રાતવાસાનો કઠીન પ્રશ્ન

પૂરતી ધર્મશાળા નહીં: મોડી રાત્રે બહાર સૂવુ પડે

પોરબંદર તા. ૧૭ : મોડીરાત્રીના આવતા યાત્રાળુઓને રાતવાસો કરવાનો કઠીન પ્રશ્ન છે. શહેરમાં ઉતરવા લાયક ધર્મશાળા સુવિધા નહીંવત જેવી છે. હાલ ૩ ધર્મશાળા છે તેની દેખરેખનો અભાવ અને મનમાનીને લીધે યાત્રિકોને અહીં ઉતરવું કે કેમ..? તે પ્રશ્ન નડે છે.

શહેરમાં જૂની ધર્મશાળા હતી તેમાં મોટાભાગની જર્જરીત બનતા જમીનદોસ્ત થઇ ગયેલ છે.

શહેરમાં ૧૫ દિવસમાં મોડીરાત્રે ૨ બસ યાત્રાળુઓની આવી હતી. શહેરમાં ઉતારો ન મળતા સુદામા મંદિરની બહાર કાતિલ ઠંડીમાં રાત્રે સૂવું પડયું હતું. આ પ્રશ્ને કલેકટરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ આ દિશામાં કાર્યવાહી થઇ નથી. કાયદો વ્યવસ્થાના નામે કેટલીકવાર યાત્રિકોને હેરાનગતિ થતાનો પણ ગણગણાટ થઇ રહ્યો છે. (૨૧.૧૧)

(12:02 pm IST)