Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ખેડૂતોને ડ્રોથી મળતી સરકારી સહાયમાં અન્યાયઃ નાનજીભાઇ

ચરખડીથી રાજકોટ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યની રજૂઆત

રાજકોટ તા. ૧૭ :.. ટંકારા તાલુકાની ચરખડી બેઠક પરથી રાજકોટ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા કોંગી સભ્ય નાનજીભાઇ ડોડીયાએ ખેડૂતોને મળતી સબસીડીમાં અન્યાય નિવારવા મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે.નાનજીભાઇએ પત્રમાં જણાવ્યું છે કે, હાલ સરકારમાં જે કોઇ ખેડૂતોને મળતી સબસીડી જેવી કે, તાલપત્રી ખુલ્લી પાઇપ લાઇન તથા તમામ સબસીડી હાલ સરકારે ડ્રો સીસ્ટમથી કરેલ છે. જે તે લાભ  મળે એની વારંવાર મળે છે. અને નથી મળતા તેને કયારેય નથી મળતા તો આ મુદા ઉપર ઉંડાણપૂર્વક તપાસ કરાવી ખેડૂતોને ન્યાય થાય તેવા પગલા લેવા અન્યથા જીલ્લા લેવલે અમે આંદોલન કરશું.

હાલ સરકારે બાગાયત વિભાગમાંથી મસાલા વિભાગમાં સબસીડી જાહેર કરેલ છે. પરંતુ આજ સુધી ઓન લાઇન ખુલેલ નથી.તપાસ જરૂરી છે. મગફળીમાં ખેડૂતોને ઘણો અન્યાય થયો છે. તો તેમાં થયેલા ગેરરીતિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માગણી છે. સીડી માટે જે ડોકયુમેન્ટ માંગે છે. તેમાં અવાર નવાર ખોટી રીતે ધકકાઓ ખવરાવામાં તો આ તમામ વસ્તુનો તાત્કાલીક ધોરણે ખેડૂતોને ન્યાય મળે એ રીતે પ્રશ્નનો  નિરાકરણ કરવુ જરૂરી છે.

(12:02 pm IST)