Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

જસદણ પાલિકાની ચૂંટણીમાં મતદાન કરતા મતદારો : કોંગ્રેસને વકરો એટલો નફો

જસદણ, તા. ૧૭:  પાલીકાની સામાન્ય ચૂંટણી માટે મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. કુલ સાત વોર્ડની અઠિયાવીસ બેઠકો માટે ૭પ ઉમેદવારો છે. ૧૭૩૧૬ પુરૂષ અને ૧૬૩રર સ્ત્રી મળીને કુલ ૩૩૬૩૮ મતદારો નોંધાયેલા છે. ડીએસવીકે હાઇસ્કુલ, સરદાર પટેલ શાળા, કૈલાસનગર શાળા, કન્યા શાળા, કુમાર શાળા, વાજસુર પરા શાળા સહિત જુદા જુદા ૪૪ મતદાન મથક ઉપર મતદાનનો પ્રારંભ થયો છે.

ભાજપેની ટિકિટ કપાતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જયારે વોર્ડના સીમાકનમાં ફેરફાર થતા અનેક ઉમેદવારોનું રાજકીટ ગણિત ઉંઘુ પડે તેમ છે. હાલમાં જસદણ પાલીકામાં ભાજપનું બોર્ડ હોઇ ભાજપ માટે સત્તા જાળવી રાખવી  તે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. જયારે કોંગ્રેસને વકરો એટલો નફો છે.

તા. ૧૯ને સોમવારે સવારે ૯ કલાકે તાલુકા સેવા સદન ખાતે પહેલા માળે મતગણતરી યોજાશે. દરેક વોર્ડમાં દરેક પક્ષના ચાર ઉમેદવારોની પેનલ છે જો કે મતદાનની આગલી રાત્રે અનેક ઉમેદવારોએ સીંગલ મત આપવા કવાયત હાથ ધરી હતી. (૯.પ)

(12:01 pm IST)