Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

વાંકાનેર સરકારી હોસ્પીટલના દરજ્જા મુજબ હજુ લાભ મળતા નથી

વાંકાનેર, તા. ૧૭ :. સરકારી હોસ્પીટલને સિવિલ હોસ્પીટલનો દરજ્જો આપ્યાને એક વર્ષ ઉપરાંતનો સમય થઈ ચૂકયો છે. ભૂતકાળમાં આ હોસ્પીટલના ઉદઘાટન પ્રસંગે વર્તમાન ઉપમુખ્યમંત્રી અને તે વખતના આરોગ્ય મંત્રી નિતીનભાઈ પટેલ કે જેઓના આ પ્રસંગના આગમન સમયે શહેરમાં ઠેર ઠેર સન્માન કરવામાં આવેલું. તે દરજ્જા મુજબ હજુ લાભ મળેલ નથી.

સિવિલ હોસ્પીટલમાં પુરતો સ્ટાફ સેટઅપ મુજબનો ન હોય, તેમજ હાલમાં સિવિલ હોસ્પીટલમાં ત્રણ ડોકટર હોય, હાલ તેમાં એક ડોકટર રજા ઉપર, બીજા ડોકટર કોર્ટના કામે ગેરહાજર હોય, દર્દીઓને પુરતી સારવાર ન મળતા, ગરીબ દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ બાબતે સિવિલ સર્જન ડો. ગોસાઈને રૂબરૂ મળતા તેઓએ જણાવેલ કે પુરતો સ્ટાફ ન હોય અમે શું કરી શકીએ ?

આ પ્રશ્ને મંત્રી શ્રી નિતીનભાઈ પટેલ ઘટતુ કરે તેવી ગરીબ દર્દીઓની માંગણીને વાચા આપતો પત્ર રવાના કરાયેલ છે.

વાંકાનેર તાલુકો મોરબી જીલ્લાનો મોટામાં મોટો ૧૦૧ ગામો ધરાવતો આ તાલુકો સારવાર માંગી રહ્યો છે.(૨-૧)

(11:57 am IST)