Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

કંડલામાં ગેસ ગળતરથી આંખમાં બળતરાના કારણે લોકોમાં ભય : પૂર્વ સાંસદની ફરિયાદ પછી તંત્ર દોડયું

ઝેરી ગેસ આયાત કરનાર કંપનીઓની બેદરકારી સામે પગલા ભરવા માંગ- હવે પ્રદૂષણ માટે ચકાસણી યંત્ર મૂકાશે

ભુજ, તા. ૧૭ : સરકારના કાયદાની કે લોકોની મુશ્કેલીઓની પરવા કર્યા વગર પ્રદુષણના નિયમોનો ભંગ કરનારાઓ વિરૂદ્ધ કડાક પગલા ભરવાની પૂર્વ સાંસદ પુનમબેન જાટે માંગ કરી છે.

કંડલા મધ્યે ઝેરી ગેસ ગળતરને પગલે લોકોની આંખોમાં બળતરા અને ચામડીમાં ખંજવાળની થઇ રહેલી મુશ્કેલી બાદ પૂર્વ સાંસદ પૂનમબેન જાટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કમિશ્નર અરવિંદ અગ્રવાલ, ડીપીટી (કંડલ) પોર્ટના પ્રદૂષણ નિવારણ માટેના અધિકારી વિરાગ વ્યાસને વાકેફ કરતા પ્રદૂષણ તંત્ર દોડતું થયું હતું.

ગેસ લીકેજના કારણે કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગૃત બને તેવી પૂર્વ સાંસદ પૂનમ જાટની રજૂઆતને પગલે હવે કંડલ મધ્યે ડીપીટી (કંડલા) પોર્ટ દ્વારા પ્રદૂષણ ચકાસણી યંત્ર મૂકાશે.

(11:57 am IST)