Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

વિરપુરમાં મહાશિવરાત્રીના પાવન દિવસે શોભાયાત્રા

 વિરપુર : મહાશિવરાત્રીના પાવન દિવસે સમસ્ત ક્ષત્રીય ખાંટ રાજપૂત સમાજના આરાધ્યદેવ શ્રી રામનાથ મહાદેવ દાદા તેમજ ગુરૂશ્રી નૂરસતાગોર દાદાની ભવ્ય જાગૃતતા શોભાયાત્રા મહા શિવરાત્રીના પાવન દિવસે સમસ્ત ક્ષત્રીય ખાંટ રાજપૂત યુવા શકિત સંગઠન ગુજરાત દ્વારા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા વીરપુર જલારામધામમાં થી સવારે ક્ષત્રીય ખાંટ રાજપૂત સમાજનાં અગ્રણીઓ, આગેવાનો તેમજ ખાંટ રાજપૂત યુવા શકિત સંગઠન ગુજરાતના પ્રમુખશ્રી પ્રસ્થાન કરાવી હતી, આ શોભાયાત્રા વીરપુરથી બીલખા રામનાથ મહાદેવ સુધીની યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ને વિરપુરથી  બીલખા સુધીમાં વચ્ચે આવતા તમામ ગામોમાં ક્ષત્રીય ખાંટ રાજપૂત સમાજના દિકરીબાઓ સામૈયા કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ શોભાયાત્રા માં શ્રી રામનાથ મહાદેવ દાદાના મંદિરે તેમજ ગુરૂ શ્રી નૂરસતાગોર દાદાના મંદિરે ધ્વજારોહણ કરી સમુહ પ્રસાદનું પણ આયોજન કરાયું હતું. આ રામનાથ દાદાની શોભાયાત્રામાં સમસ્ત ક્ષત્રીય ખાંટ રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણીઓ, વડીલો, બહેનો, બાળકો તેમજ ક્ષત્રીય ખાંટ રાજપૂત યુવા શકિત સંગઠનના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : કિશન મોરબીયા)

(10:10 am IST)