Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

અમરેલીમાં રાશન કૌભાંડ મામલે લાયસન્સ સસ્પેન્ડ છતાં દુકાન ખુલી:વિડીયો વાયરલ

ચાર દુકાનદારોનું 90 દિવસ સુધી લાયસન્સ સસ્પેન્ડ કરાયું છતાં કાયદાનું સરેઆમ ઉલ્લંઘન ?

 

અમરેલીમાં રાશનના કૌભાંડ મુદ્દે દુકાનદારો લાયસન્સ સસ્પેન્ડ કર્યા છતાં દુકાનો ખુલી રાખતા વિડિઓ વાયરલ થયો છે રાશન કૌભાંડ મામલે ચાર દુકાનદારો સામે સામે ફરિયાદ દાખલ કરાઈ હતીજેમાં દુકાનદારો પર અંગત સ્વાર્થ માટે ગરીબોના હકનું અનાજ વાપરતા હોવાનો આક્ષેપ કરાયો હતો

   પહેલા 11 દુકાનદારોને 90 દિવસ સુધી રાશનનો જથ્થો બંધ કરાયો હતોજે પૈકી હવે 4 દુકાનદારો સામે ફરિયાદ નોંધવાઈ છે જો કે 90 દિવસ સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવા છતાં દુકાનદારે દુકાન ખુલ્લી રાખી કાયદાનો સરેઆમ ભંગ કરતા દુકાનદારોનો વીડિયો પણ સામે આવ્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઆઇ કાર્યકર્તા નાથાલાલ સુખડીયાની જાગૃતતાથી સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે હવે કૌભાંડીઓ પર કાયદાનો સંકજો કસાયો છે.

 

(9:08 am IST)