Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

જુનાગઢના ૪ પીએસઆઇ જિલ્લા બહાર બદલી : એક પીએસઆઇ નવા આવ્યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૯ : જુનાગઢના ૪ પીએસઆઇની જિલ્લા બહાર બદલી થઇ હોવાનું જાણવા મળેલ છે.  રાજયના પોલીસ નિરીક્ષક (વહીવટ) બ્રજેશકુમાર ઝાએ ગઇકાલે મોડી સાંજે રાજયના જુદા જુદા જિલ્લાના ૧૦ પીએસઆઇની બદલીના ઓર્ડર જારી કર્યા હતાં.

જેમાં જુનાગઢ જિલ્લાના પીએસઆઇ રાઠોડ, હરેશભાઇ વઘાભાઇની ભરૂચ, લાલકા કિસાભાઇ ભાયાભાઇ મહેસાણા તથા વિંઝુડા નરેશભાઇ કાલુભાઇની ભાવનગર ખાતે બદલી થઇ છે.

તેમજ જુનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પીએસઆઇ કાંટેલીયા, ભીખુભાઇ મામદભાઇની બોટાદ ખાતે બદલી કરાયેલ છે.

૪ પીએસઆઇની ટ્રાન્સફર સામે ઇન્ટેલીજન્સ પીએસઆઇ ગીડા અશોકભાઇ ભીખાભાઇને અત્રે મૂકવામાં આવેલ છે.

(1:27 pm IST)