Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સોમનાથ વાલ્મીકી સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇઃ ૧૬ ટીમોએ ભાગ લીધોઃ સોમનાથ ઇલેવન વિજેતા

વેરાવળઃ સોમનાથ વાલ્મીકી સમાજ ના યુવાનો દ્રારા બે દિવસ ની ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયેલ હતી તેમાં ગુજરાત ભરની ૧૬ ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે પ્રવિણભાઈ ચૌહાણ સહીતના યુવાનોએ સેવા બજાવેલ હતી ફાઈનલ મેચ સોમનાથ, બગસરા વચ્ચે રમાયેલ તેમાં સોમનાથ ઈલેવનનો ભવ્ય વિજય થયેલ હતો. ઈનામ તથા ટ્રોફી વિતરણમાં સોમનાથ ટ્રસ્ટના સુરૂભા જાડેજા, ગીર સોમનાથ કેટરીગ એસો.ના મીલન જોષી,ડી.કે.ગુ્રપના દીપક કકકડ, હાર્દિક ઝવેરી તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહેલ હતા. આગેવાનોએ તથા કેપ્ટનોએ જણાવેલ હતું કે રમત ગમત માંભાઈચારોવધે છે અને સૌને આગળ આવવાની તક મળે છે આ ટુર્નામેન્ટમાં સોમનાથ ટ્રસ્ટ તરફ થી ખુબજ સુંદર સહકાર મળેલ હતો.

(1:24 pm IST)