Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ધી જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. જામનગરની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી

જામનગર તા.૧૯:  ધી જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી.જામનગરની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી થવાની છે ત્યારે આ અંગેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે, જેમાં ઉમેદવારીપત્રો તા.૨૦ થી ૨૧ના સવારના ૧૧ : ૦૦ થી ૧૫ : ૦૦ કલાક સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં મામલતદાર જામનગર શહેરની કચેરી, શરૂ સેકશન રોડ, જામનગર ખાતેથી મેળવી શકાશે તેમજ ભરીને રજૂ કરી શકાશે ત્યારબાદ મળેલા ઉમેદવારી પત્રકોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. .તા.૨૨/૧/૨૦૨૧ના રોજ ૧૧ : ૦૦ કલાકથી મામલતદાર જામનગર શહેરની કચેરી, શરૂ સેકશન રોડ, જામનગર ખાતે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. તા.૨૫/૧/૨૦૨૧ના રોજ ૧૫ : ૦૦ કલાકે માન્ય ઉમેદવારીપત્રોની યાદી મામલતદાર જામનગર શહેરની કચેરી, શરૂ સેકશન રોડ, જામનગર ખાતે પ્રસિદ્ઘ કરવામાં આવશે. તા.૨૭/૧/૨૦૨૧ના સવારના ૧૧ : ૦૦ થી ૧૫ : ૦૦ કલાક સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. ત્યારબાદ તા. ૨૮/૧/૨૦૨૧ના રોજ ૧૫ : ૦૦ કલાકે મામલતદાર જામનગર શહેરની કચેરી, શરૂ સેકશન રોડ, જામનગર ખાતે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.

આ માટે મતદાન જરૂરી હોય તો તા.૬/૦૨/૨૦૨૧ ના રોજ ૧૦: ૦૦ થી ૧૭ : ૦૦ કલાક સુધી ડિ.કે.વી કોલેજ, પી.એન. માર્ગ, જામનગર ખાતે મતદાન કરવામાં આવશે તેમ ચૂંટણી સત્ત્।ાધિકારી અને પ્રાંત અધિકારીશ્રી, જામનગર(શહેર)ની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

(12:58 pm IST)