Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

પોરબંદરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણીનો પ્રારંભ :

પોરબંદર જિલ્લા ખાતે ૩ર મા માર્ગ સલામતી માસની ઉજવણી નિમિતે જિલ્લા કલેકટરશ્રી, પોલીસ અધિક્ષકશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.ટી.ઓ.નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ, જિલ્લા, પંચાયત) અગ્રણી વ્યવસાયીઓ, સીડીએમઓ, જેસીઆઇ પ્લસના સભ્યો અગ્રણી ડોકટર્સની ઉપસ્થિતિમાં કલેકટર પોરબંદર તથા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા અલગ અલગ કાર્યોક્રમોનો આરંભ કરવામાં આવ્યો છે. ભારત સરકારે જાહેર કરેલા કાર્યક્રમ તા.૧૭ ફેબ્રુઆરી એક મહિના સુધી સડક સુરક્ષા, જીવન રક્ષા થીમ ઉપર જુદા જુદા કાર્યક્રમોના આયોજનો કરી 'રોડ સેફટી મંથ' ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે. લોકજાગૃતિ માટે પોલીસ અધિકારીઓના વેબીનાર, ટ્રાફીક જાગૃતિના મેસેજ માટે આઇ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ટોલનાકા અને હાઇવે પરની હોટલ ધાબાના કર્મચારીઓને પ્રાથમિક સારવારની તાલીમ અપાશે જેથી જે હાઇવે અકસ્માતના સમયએ તાલીમબધ્ધ લોકો તુરંત પ્રાથમીક સારવાર આપી શકે. આ ઉપરાંત અકસ્માત નિવારવા વાહનોમાં રીફલેકટર લગાવવા, પોરબંદર શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફીક જાગૃતિ બાબતની પત્રિકા વિતરણ જાહેર સ્થળો ઉપર ટ્રાફીક જાગૃતિના બેનર લગાવવા સહિતના અનેક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમ્યાન રોડ સેફટી, સ્વચ્છતા, સોગંદ લેવડાવવા, ટફીક એનફોર્સને લગતી કામગીરી ટ્રાફીક એજયુકેશન સ્લીપોની વહેચણી ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ, ડ્રન્ક એન્ડ ડ્રાઇવ, ઓવર સ્પીડીંગ, ઓવરલોડિંગ બાબતે ટ્રાફીક જાગૃતિ લાવવા વિગેરે કાર્યક્રમોના આયોજન થયેલ છે માર્ગ સલામત માસ  ઉજયણીનો પ્રારંભ થયો તે તસ્વીરો.

(12:44 pm IST)