Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

મોરબીમાં માર્ગ સલામતી માસ ઉજવણીનો પ્રારંભ

 મોરબી : મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આજે ૩૨ માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૧ નો પ્રારંભ કરાયો હતો જે પ્રસંગે મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલ, જીલ્લા એસપી એસ આર ઓડેદરા, આરટીઓ અધિકારીઓ જોડાયા હતા ઉજવણી અંતર્ગત વાહનચાલકોને અધિકારીઓ અને પદાધિકારીઓએ ગુલાબ આપી ટ્રાફિક નિયમોના પાલન માટે સુચના આપી હતી એક મહિના સુધી ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરાશે અને વાહનચાલકોને ટ્રાફિક નિયમોના પાલન કરવા અપીલ કરી કરી વાહન અકસ્માતો ઘટાડવા માટે પ્રયાસ કરાશે. ટ્રાફિક નિયમનો અમલ કરવા વાહનચાલકોને અપીલ કરવામાં આવી તે તસ્વીર.(તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:53 am IST)