Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

અમરેલી-ધારી હાઇવે પર હવે તીસરી આંખ

અમરેલી તા.૧૯: અમરેલી શહેર તો ઠીક જિલ્લાના હાઇવે પણ હવે હાઇટેક યુગમાં પહોંચી ગયાહોય તેવી અદ્યતન ટેકનોલોજીના દર્શન ચલાલ પંથકના નેશનલ હાઇવે ઉપર થઇ રહ્યા છે બહુસુક્ષ્મ નજરે જોવામાં આવે તો કેબલ ઉપર ગોઠવેલ સીસીટીવી કેમેરા સીસ્ટમ દેખાઇ ઘણાં સમયથી આ સિસ્ટમ કાર્યરત છે પરંતુ હજુ સુધી લોકોને ખ્યાલ પણ નથી આપણે સીસીટીવી કેમેરાની નજરમાં છે આ કેમેરાથી લોકોની આવજાવ ઉપર નજર રાખી શકાશે ઉપરાંત લુંટઢાડ જેવા ગંભીર ગુનાઓમાં પોલીસને ડીટેકશનમાં મદદરૂપ થઇ શકે એવી આ સિસ્ટમ નેશનલ હાઇવ ઉપર લગાડી અમરેલી જિલ્લાના હાઇટેક યુગમાં પ્રવેશ કરાયો છે જેના ભાગરૂપે ચલાલા નજીક અમરેલી-ધારી હાઇવે રોડ ઉપર પ્રથમ વખત નાઇટ વિઝન સીસીટીવી કેમેરો ફીટ કરવામાં આવતા આ કેમેરામાં વાહન કેટલી સ્પીડથી પસાર થાય છે તેમજ અંદર કોણ બેઠું છે તેની માહિતી કેમેરામાં કેદ થઇ જાય છે. જિલ્લાના અન્ય હાઇવે ઉપર પણ આ સિસ્ટમ કાર્યરત બનાવવી જોઇએ તેવી લોકમાંગ ઉઠી છે

(12:27 pm IST)