Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ગામની દિશા અને દશા સુધારવા સરપંચ ઘણું કરી શકેઃ પૂ. અપૂર્વમુનિ સ્વામી

ગોંડલ અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં સરપંચ સંમેલનઃ ૮૦૦થી વધુ સરપંચ, મંડળીઓના પ્રમુખની ઉપસ્થિતિ

રાત્રે રોશનીથી ઝળહળતુ અક્ષર મંદિરઃ ગોંડલ : ૧૫૦ અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં રોશનીથી અદ્ભૂત દ્રશ્ય નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

 

ગોંડલ તા. ૧૯ : શ્રી અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી અક્ષર મંદિર, ગોંડલ ખાતે વિવિધ આયોજનો કરવામાં આવે છે. તે ઉપક્રમે સવારે અક્ષર મંદિર ખાતે વિરાટ સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લાના તમામ સરપંચો, મંડળી પ્રમુખો, ઉપસરપંચો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સંમેલનની શરૂઆત ધૂન અને ભગવાનની પ્રાર્થનાથી થઈ. આગળના કાર્યક્રમમાં વિડિયો દર્શનમાં ગોંડલ મંદિરનો ઈતિહાસ અને મહોત્સવની તૈયારી દર્શાવવામાં આવી હતી.ઙ્ગ

પૂ. અપૂર્વમુનિસ્વામિએ સંમેલન સંબોધતામાં જણાવ્યું કે, 'ગામની દિશા અને દશા સુધરે તે માટે સરપંચ ઘણું બધુ કાર્ય કરી શકે છે.' તેમજ ઉપસ્થિત મહાનુભાવોને આગામી મહોત્સવમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું.ઙ્ગ સ્વામીએ અક્ષરદેરીનું મહત્વ તેમજ ઇતિહાસનો ચિતાર આપ્યો હતો. અંતમાં સ્વામીએ આગામી સમયમાં યોજાનાર મહોત્સવનું માર્ગદર્શન આપ્યું.

આ મહોત્સવ ઉપક્રમે હજારો હરિભકતો, સંતો, બે વર્ષથી તપ, વ્રત, યાત્રા કરી રહ્યા છે. અંતમાં ગોંડલ BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂ.દિવ્યપુરૂષસ્વામીએ વ્યસન-મુકિત તેમજ બ્લડ ડોનેશન વિષે જાહેરાત કરી હતી. આ મહોત્સવમાં મુલાકાત, દર્શન, પ્રસાદ તમામ એક પણ રૂપિયાના ચાર્જ વગર લઈ શકાશે.

આ સંમેલનમાં પૂ. અમૃતચરણસ્વામી, પૂ. સત્સંગપ્રિયસ્વામી, પૂ. કલ્યાણમૂર્તિ સ્વામી, તેમજ ૮૦૦ થી વધુ સરપંચઓ , મંડળીના મંત્રીઓ, જયન્તીભાઈ ઢોલ, ડી.કે.સખીયા, ગોવિંદભાઈ રણપરિયા, ભાનુભાઈ મહેતા, પ્રવીણભાઈ રૈયાણી, હરદેવભાઈ જાડેજા, મગનભાઈ ઘોણીયા, આર. સી. ભૂત, અલ્પેશભાઈ ઢોલરીયા, અશોકભાઈ પીપળીયા, અમિતભાઈ પડારીયા, ગોપાલભાઈ શિંગાળા વગેરે મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(10:51 am IST)