Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ભાવનગર શહેર -જિલ્લામાં વરસાદ: શિહોરમાં બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

સણોસરા, જીથરી અમરગઢ, પીપરલા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો

વનગર: રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ પડ્યો છે. ભાવનગરના શિહોરમાં બે કલાકમાં એક ઇંચ  વરસાદ ખાબક્યો છે. સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી રાજ્યના 8 તાલુકામાં એક મીમીથી 56 મીમી વરસાદ પડ્યો છે. સૌથી વધુ શિહોરમાં એક ઇંચ વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે.ે
   ભાવનગર જિલ્લાના શિહોરમાં મુશળધાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ખેતીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. વરસાદ પડવાના કારણે સોસાયટીમાં પાણી ભરાયા છે. ભાવનગર જિલ્લાના સોનગઢ સણોસરા સહિતના પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. સોનગઢના ગ્રામ્ય પંથક પણ વરસાદ નોંધાયો છે. સણોસરા, જીથરી અમરગઢ, પીપરલા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે.

(6:13 pm IST)
  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST

  • બિહારમાં ભાજપને જેડીયુ કરતા વધુ સીટ મળે તો પણ મુખ્યમંત્રી નીતીશકુમાર જ બનશે : હોમ મિનિસ્ટર તથા ભાજપ પૂર્વ અધ્યક્ષ અમિત શાહની સ્પષ્ટતા access_time 8:06 pm IST

  • દેશમાં કોરોનાં કેસનો આંકડો 75 લાખને પાર પહોંચ્યો : રિકવર થનારની સંખ્યા 66 લાખથી વધુ :સાંજે 7 વાગ્યા સુધીમાં દેશના માત્ર કેટલાક રાજ્યોના કોરોનાં કેસના આંકડા જ ઉપલબ્ધ access_time 7:31 pm IST