Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

અમરેલીમાં કોરોના પોઝિટિવ માતા ઓક્સિજન પર હતી ત્યારે એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો, બાળકોને સારવાર માટે ભાવનગર ખસેડાયા.

અમરેલી : બે દિવસ પહેલાં વડોદરામાં કોરોનાગ્રસ્ત મહિલાએ જોડિયા બાળકને જન્મ આપ્યો હોવાની ઘટના નોંધાઈ હતી. આ બંને બાળકો સ્વસ્થ હતા. અમરેલીમાં 22 વર્ષીય સગર્ભા કોરોના પીડિત હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. શુક્રવારે રાત્રે તેને પ્રસૂતિની પીડા ઉપડતા રાજકોટ મોકલી શકાય તેમ નહોતી એટલે અમરેલી હોસ્પિટલમાં જ 6 ડૉક્ટરની ટીમે તેને સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. ખૂબીની વાત એ છે કે ઓક્સિજન ચાલુ હતો ત્યારે બાળકોના જન્મ થયા હતા. બાળકોને વધુ સારવાર માટે ભાવનગર મોકલી અપાયા હતા.

(12:30 pm IST)