Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

જામનગરમાં 'તમે સારૂ કામ કર્યુ' તેમ કહેતા જ હવન પછી ઉભા થતા માર માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દયાળજીભાઈ મોહનભાઈ ભારદીયા, ઉ.વ.પ૯, રે. હીરજીમીસ્ત્રી રોડ, પ્રણામી સ્કુલ સામે, શ્યામ એપાર્ટમેન્ટ, જી–૧, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૦૯–ર૧ના જામનગરના પંચેશ્વરટાવર પાસે, વિશ્વકર્મા મંદિરમાં ફરીયાદી દયાળજીભાઈ તથા આરોપી દિલીપભાઈ ગોવિંદભાઈ ગોરેચા, રે. જામનગરવાળા હોય ત્યારે હવન માંથી ઉભા થઈ ફરીયાદી દયાળજીભાઈ એ આરોપી દિલીપભાઈને કહેલ કે તમે સારૂ કામ કર્યું જેથી આરોપી દિલીપભાઈને માઠુ લાગતા ઉશ્કેરાઈ જઈ ભુંડાબોલી ગાળો આપી જમણા હાથની આંગળીઓને મચકોડી અને પેટમાં ઠોસો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

પરણિતાને દુઃખ ત્રાસ આપી સાસરીઓએ કાઢી મુકયાની રાવ

અહીં મહિલા પોલીસ સ્ટેશનમાં પાયલબેન મીતુલભાઈ પટેલ, ડો./ઓ. મધુકરભાઈ મોહનભાઈ ઓઝા, રે. ૬૦૪, શિલ્પ એપાર્ટમેન્ટ, ઈન્દિરા રોડ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–ર–ર૦૦૪ થી તા.ર૭–૭–ર૦ર૧ સુધી ફરીયાદી પાયલબેનના લગ્ન જીવન દરમ્યાન ફરીયાદી પાયલબેનના પતિ – મીતુલભાઈ પ્રમોદભાઈ પટેલ  એ અન્ય સ્ત્ર્રીઓ સાથે સબંધ રાખેલ ની ફરીયાદી પાયલબેનને શંકા જતા અને ફરીયાદી પાયલબેન એ તેના પતિ–મીતુલભાઈ ને પૂછતા તેણીના પતિ મીતુલભાઈએ ફરીયાદી પાયલબેન સાથે ઝઘડો કરી તથા ફરીયાદી પાયલબેનના પતિ મીતુલભાઈ તથા સાસુ– પ્રવિણાબેન પ્રમોદભાઈ પટેલ, તથા સસરા પ્રમોદભાઈ મોહનભાઈ પટેલ, રે. અમદાવાદવાળા એ નાની નાની વાતોમાં તથા ફરીયાદી પાયલબેનને ઘરકામ કાજ માં વાંક કાઢી અને માવતરના ઘરે જવાની ના પાડી પતિ મીતુલભાઈ તથા સાસ–સસરા એ ફરીયાદી પાયલબેન સાથે ઝઘડો કરી ભુ્રડી  ગાળો કાઢી મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પહેરેલ કપડે ફરીયાદી પાયલબેનને કાઢી મુકી ફરીયાદી પાયલબેનના લગ્ન જીવન દરમીયાન ફરીયાદી પાયલબેનને શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

ગોવાણા ગામે જુગાર રમતા સાત ઝડપાયા

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદેવસિંહ મંગળસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૯–ર૧ના ગોવાણા ગામે આ કામના આરોપીઓ ભગાભાઈ હીરાભાઈ નનેરા, મશરીભાઈ નગાભાઈ બંધીયા, કુંભાભાઈ કરશનભાઈ કરમુર, સામંતભાઈ પુંજાભાઈ ભાલોડીયા, વિક્રમભાઈ જગાભાઈ ભારવડીયા, અરશીભાઈ આંબલીયા, રમેશભાઈ ભારવડીયા, રે. ગોવાણા ગામવાળા ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૬૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સગાઈ ટુટી જતા ખાર રાખી માર માર્યો

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રજનીકાંતભાઈ મહેશભાઈ ખાણધર, ઉ.વ.ર૬, રે. કાલાવડ નાકા બહાર બાલનાથ મંદિર પાછળ, જંગલીવાળાની વાડીમાં જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૯–ર૧ ના ફરીયાદી રાજનીકાંતભાઈની સાળીની સગાઈ આરોપી અજય કાનાભાઈ ખાણધાર, રે. જામનગરવાળા સાથે થયેલ હોય અને આરોપી અજયભાઈની સગાઈ ટુટી જતા આ બાબતનો ખાર રાખી આરોપી અજયભાઈ એ ફરીયાદી રજનીકાંતભાઈને ભુંડી ગાળો આપી લોખંડના પાઈપ વડે ફરીયાદી રજનીકાંતભાઈને માથા ના ભાગે એક ઘા તથા ડાબા હાથ મા એક ઘા મારી માથા ના ભાગે સારવાર ના ટાંકા આવે તેવી તથા ડાબા હાથમાં મુંઢ ઈજા કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

કતલખાને લઈ જતા પશુ સાથે બે ઝડપાયા : એક ફરાર

પંચ બી પોલીસ સ્ટેશનમાં શૈલેષભાઈ રવજીભાઈ વકાતર, ઉ.વ.ર૬, રે. ઠેબા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૯–ર૧ ના દરેડ સી.એન.જી.પંપ પાસે રોડ પર આ કામના આરોપીઓ મકસદ હારૂન ચાકી, બીલાલ શબીર સેરજી, એ પોતાની પીકઅપ વાહન બોલેરો ગાડી જેના રજી.નં.જી.જે.૧૦–ડબલ્યુ–૪૦૯૯માં એક ભેંસ તથા બે પાડા જીવ નંગ–૩ ને ઘાસ, ચારા તથા પાણીની વ્યવસ્થા વગર ભૂખ્યા તરસ્યા ક્રુરતાથી બાંધી રાખી કતલ કરવાના ઈરાદે પરીવહન કરી પશુપત્યે ધાતકીપણુ આચરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે. તથા આરોપી માલદે દેવીપૂજક ને પકડવાનો બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિગ્વીજય પ્લોટમાં રોડ પર જુગાર રમતા આઠ ઝડપાયા

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વનરાજભાઈ ભગુભાઈ ખવડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૯–ર૧ ના દિ.પ્લોટ–૪૯ રોડ, હનુમાનટેકરી જલેશ્વરી વસ્તુ ભંડારની પાછળ ચોકમાં, સ્ટ્રીટલાઈટના અજવાળે આ કામના આરોપીઓ પ્રદીપભાઈ વાસુભાઈ કાળીયા, મેહુલભાઈ પરષોતમભાઈ ખાનીયા, જયેશભાઈ ગોપાલભાઈ ખાનીયા, નરેન્દ્રભાઈ ઉર્ફે નાનીયો રામજીભાઈ મંગે, યોગેશભાઈ નાનજીભાઈ હુરબડા, વિશાલભાઈ કમલેશભાઈ મંગે, કાનજીભાઈ દયાળજીભાઈ ખાનીયા, જયેશભાઈ શોભરાજભાઈ કતીયારા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪૦,પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:06 pm IST)