Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વિસાવદરમાં ગરીબોની બેલી સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત જરૂરીયાતમંદોને કીટ વિતરણ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૮ : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જેવી અનેકવિધ યોજનાઓ અંતર્ગત સેંકડો લાભાર્થીઓને આશીર્વાદરૂપ 'ગરીબોની બેલી સરકાર'ના અનેકવિધ યોજનાઓના લાભાર્થીઓનો કાર્યક્રમ વિસાવદર માર્કેટયાર્ડ ખાતે સંપન્ન થયો હતો.

વિસાવદરના માંડાવડ યાર્ડ ખાતે ગરીબોની બેલી સરકાર અંતર્ગત કાર્યક્રમમાં સૌ પ્રથમ નોડલ ઓફિસર દીપકભાઈ રાઠોડે સ્વાગત કર્યું હતું.સમારંભમાં ઉપસ્થિત પદાધિકારીઓને ફ્રુટ કીટ તથા પુષ્પગુચ્છ આપી આયોજક અધિકારીઓએ સન્માનિત કર્યા હતા.મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની મંગલ શરૂઆત કરવામાં આવી હતી.સરકારશ્રીના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ ને અનુલક્ષી પુરવઠા શાખા દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંગેની ફિલ્મ પ્રોજેકટ દ્વારા સ્ક્રીન ઉપર બતાવવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી,યાર્ડનાં ડીરેકટર નરેન્દ્રભાઈ કોટીલા,અગ્રણી રમણીકભાઈ દુધાતે જણાવેલ કે, નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીમાં આજે વડાપ્રધાન સાચા ગરીબોના બેલી પુરવાર થયા છે. રાજય સરકાર દ્વારા તાલુકાના જરૂરિયાતમંદ ગરીબોને પસંદ કરી સરકારશ્રીની ચાર યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપેલ. જે યોજનાઓ રેટ્રો ફીટીંગ (મરામત, રીનોવેશન) ,સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત શોષખાડા,શૌચાલય, ગેસ ધારકો અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થીઓને યોજનાનો લાભ ઉપરાંત આજના કાર્યક્રમમાં જે ગામ સંપૂર્ણપણે ૧૦૦ ટકા વેકિસનેશન ડોઝ પૂર્ણ કરેલ હોય તે ગામના સરપંચશ્રીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.નોડલ ઓફિસર દિપકભાઈ રાઠોડ ,આશિ.નોડલ જી.જી. પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી આર. વી. માણાવદરીયા, વિસાવદર તાલુકા પંચાયત પ્રમુખ નિતિનભાઈ કપુરીયા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ સરધારા, સી.વી.જોશી, હરિભાઈ રીબડીયા, પ્રવિણભાઈ વણઝારા,નાયબ મામલતદાર એમ.એમ.જોશી, બી.પી.કતકપર, કીર્તિબેન અમીપરા, અલ્પાબેન પ્રજાપતિ, સરપંચો, આંગણવાડી વર્કર બહેનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન તથા આભારવિધિ પત્રકાર સી.વી.જોશીએ કરી હતી.કાર્યક્રમને સફળ બનાવવા દિપકભાઈ રાઠોડ, જી.જી.પ્રજાપતિ, આર.વી.માણાવદરીયા, એમ.એમ.જોશીના માર્ગદર્શન તળે તાલુકા સેવા સદનના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

(1:05 pm IST)