Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા ખારવાવાડા કામનાથ મંદિરેથી રામાપીરની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

સરકારના નિયમ અનુસાર મોટરકારનો કાફલો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૮: ખારવા વાડામાં આવેલ કામનાથ મંદિરેથી સમસ્ત ખારવા સમાજના જીતુભાઈ કુહાડાના અઘ્યક્ષ સ્થાને શોભાયાત્રા નિકળેલ જેમાં આકર્ષક ફલોટસ, રથ, ઢોલનગારા સાથે શોભાયાત્રા નિકળેલ. તેમા સાગરપુત્ર પરીવારોના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયેલા હતા.

રણુજાના રાજા રામાપીરની જન્મ જયંતી નિમીતે ઢોલ નગારા તેમજ ટ્રેકટરોઓમાં ફલોટસ,આકર્ષક રથ રામાપીરની પ્રતિમા નિકળેલ તેમાં રામાપીર,ખોડીયાર માતાજી,નવદર્ગા માતાજી,ગણેશબાપા,ભારત માતા, કૃષ્ણ ભગવાન સહીત ફલોટસ હતા. આ શોભાયાત્રા ખારવા વાડ, સોની બજારમાં ફરેલ હતી મહારાજના ડેલામાંથી મોટરકારના કાફલા સાથે નિકળેલ હતા તે સટ્ટાબજાર, સુભાષ રોડ, બંદર રોડ, ટાવર ચોક,બસ સ્ટેન્ડ, સાંઈ બાબા મંદિર રોડ ઉપર થઈ દરીયાકિનારે આવેલ જાલેશ્વર પાસે રામાપીરના મંદિરે સાંજે પહોંચી સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડાના હસ્તે ઘ્વજારોહણ કરાયેલ હતંુ ત્યારે આગેવાનો કીશોરભાઈ કુહાડા,બાબુભાઈ જુંગી,બાબુભાઈ આગીયા,ગોપાલભાઈ ફોફંડી સહીત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયેલ હતા.

શોભાયાત્રા સાથે ખારવા સમાજના સભ્યો,આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયેલ હતા ભાઈઓ બહેનોએ અબીલ ગુલાલની છોળો ઉછાળતા નિકળેલ હતા રામાપીરના પાઠ સાથે અનેક ધાર્મિકજનો કરતા હતા શોભાયાત્રા જયાંથી પસાર થઈ તી ત્યાં રામાપીરના નાદ સાથે આખો વિસ્તાર ગુંજી ઉઠેલ હતો શોભાયાત્રાના રૂટમાં રોડ ઉપર દરેક જગ્યાએ કમાન ઉભી કરી સ્વાગત કરાયેલ હતું.

શોભાયાત્રાના રૂટમાં ઠેરઠેર ઠંડુ પાણી શરબત નાસ્તાની વ્યવસ્થાઓ કરાયેલ હતી જાલેશ્વર રામાપીરના મંદિરે શોભાયાત્રા પહોંચેલ ત્યારે હજારો ઉપસ્થીત ભાવિકજનોએ રામાપીરના જયનાદ સાથે ઘ્વજા આરોહણ કરેલ હતુ.

સંાજે શાંતિપુર્વક શોભાયાત્રા જાલેશ્વર રામાપીરના મંદિરે પહોંચેલ હતી ત્યાં પ્રસાદીનું આયોજન કરાયેલ હતું તેમાં સાગરપુત્ર પરીવારોએ લાભ લીધો હતો. નાના મોટા નવા કોળીવાડામાં બપોરે ભવ્ય શોભાયાત્રા નિકળલ હતી તે તેજ વિસ્તારમાં ફરેલ તેમાં કોળી સમાજનાભાઈઓ બહેનો જોડાયેલ હતા. 

 વેરાવળ શાક માર્કેટ પાસે આવેલ વાલ્મીકી વાસ તેમજ તાલાલાનાકા હાડીવાસ રામાપીરના મંદિરે શોભાયાત્રા નિકળેલ હતી તે વાલ્મીકી વાસ, હાડીવાસમાં ફરેલ હતી તેમાં ભકતજનો લોકો જોડાયેલ હતા. ભીડીયા સમસ્ત ખારવા સમાજ તથા કોળી સમાજ દ્રારા ઘ્વજા આરોહણ કરાયેલ ત્યારબાદ શોભાયાત્રા રામમંદિરથી નિકળી ભીડીયા વિસ્તારમાં ફરેલ હતી.

પ્રભાસપાટણ ઘેડીયા કોળી સમાજ દ્રારા મોટા નાના કોળીવાડામાંથી શોભાયાત્રા કાઢવામાં આવેલ જે મુખ્યમાર્ગો ઉપર ફરેલ અને રસ્તામાં આવતા મંદિરોમાં ઘ્વજા આરોહણ કરવામાં આવેલ જેમાં કોળી સમાજના ભાઈઓ બહેનો જોડાયેલ હતા. 

લાટી કદવાર સુત્રાપાડા વડોદરા ઝાલા પ્રશ્નાવડા લોઢવા પ્રાંચી વિસ્તારમાં રામાપીર ઘ્વજા નિકળેલ હતી પી.આઈ ડી.ડી.પરમાર, પી.એસઆઈ, ડીસ્ટાફ, હોમગાર્ડ, ગ્રામ્યરક્ષક દળ દ્રારા સંુદર બંદોબસનું આયોજન થયેલ હતું.

(1:04 pm IST)