Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

બગસરા નાગરીક બેંક ચુંટણીમા સર્વાનુમતે ચેરમેનપદે કનુભાઇ પટોળીયા તથા વાઇસ ચેરમેન તરીકે સુરાણી :

બગસરા : નાગરિક બેંક ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ચેરમેન તરીકે કનુભાઈ પટોળીયા તથા વાઇસ ચેરમેન તરીકે રદ્યાભાઈ સુરાણી ની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી હતી જેમાં સહકાર પેનલના ભવ્ય વિજય થયો છે આ બેંકની સ્થાપક સ્વ અરજણ બાપા ના પરિવાર અને સહકાર પેનલના ઉમેદવારો ઉપર વિશ્વાસ વ્યકત કર્યો છે આ તકે ઉપસ્થિત કાંતિભાઈ સતાસિયાઅનિલ ભાઈ વેકરીયા સુરેશભાઈ માંગરોળીયા શિવલાલભાઈ ઠુમ્મર ભરતભાઈ ભાલાળા રામદેવપીર ના મહંત દ્યૂસા ભગત નટુભાઈ ભૂપતાણી વિકાસભાઈ મોદી અનિલભાઈ શેખછગનભાઈ હિરાણી અરવિંદભાઈ ગણાત્રા નાગભાઈ ધાધલ પ્રકાશભાઈ રાણીંગા મહેશ બોરીચા વિનુભાઈ ભરખડા માજન જયંતીભાઈ ખાદલ યુનુસભાઇ બિલખિયા વિઠ્ઠલભાઈ હિરાણી સહિતના હાજર રહીને  ફુલહાર સાલ ઓઢાડી મોં મીઠા કરાવ્યા હતા.આ તકે બેંકના મેનેજર ભાવિકભાઈ મહેતા તથા સ્ટાફ દ્વારા મોં મીઠા કરાવ્યા હતા.આ તકે સુરેશ ભાઈ અરજણભાઈ માંગરોળીયા ચેરમેન વાઇસ ચેરમેનની ખુરશી ને ગંગાજળ છાંટવામાં આવ્યું હતું(તસ્વીર : સમીર વિરાણી, બગસરા)

(1:02 pm IST)