Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

રાજકોટ જીલ્લાની જીલ્લા કક્ષાની સહકારી સંસ્થામા ફરી એકવાર યુવા કિશાન નેતા જયેશ રાદડીયાની આગેવાનીમાં પેનલ વિજેતા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ રાજકોટ જીલ્લાની જીલ્લા કક્ષાની સહકારી સંસ્થામા ફરી એકવાર યુવા કિશાન નેતા જયેશ રાદડીયાની આગેવાનીમા વિઠ્ઠલ વિઠ્ઠલ તાજેતરમા યોજાનાર શ્રીરાજકોટ જીલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લી.-રાજકોટની સામાન્ય ચુંટણીના ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે ભારતીય જનતા પાર્ટીની પેનલના તમામ ઉમેદવારો યુવા કિશાન નેતા જયેશભાઈ રાદડીયાની આગેવાનીમા બિનફરીફ થયેલ છે.

બિનહરીફ થયેલ ડીરેકટરશ્રીઓને યુવા નેતા શ્રીજયેશ રાદડીયાએ શુભકામનાઓ પાઠવેલ હતી.

બિનહરીફ ડીરેકટરશ્રીઓમાં

૧.જીવનભાઈ ગજેરા-ઉપલેટા ૨. રવજીભાઈ હીરપરા-જેતપુર ૩.કનુભાઈ હીરપરા-જસદણ ૪.ધીરૂભાઈ ધાબલીયા-કોટડાસાંગાણી ૫.રાઘવભાઈ લુણાગરીયા-પડધરી ૬.મહેન્દ્રસિંહ ઝાલા-મોરબી ૭.રમેશભાઈ કુંડારીયા-ટંકારા ૮.યજ્ઞેષભાઈ જોષી-રાજકોટ ૯.સુરેશભાઈ કયાડા-જેતપુર ૧૦.રમેશભાઈ સાવલીયા-ગોંડલનો સમાવેશ થાય છે.

(1:01 pm IST)