Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વિંછીયાના પાટીયાળી ગામે તાબે ન થનાર મહિલા સહીત બે ઉપર રમેશનો પાઇપથી હુમલો

રાજકોટ, તા., ૧૮: વિંછીયાના પાટીયાળી ગામે તાબે ન થનાર મહિલા સહીત બે ઉપર પાઇપથી હુમલો થતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ પાટીયાળી ગામે રહેતી પરીણીતા ભારતીબેન હરજીભાઇ કોળીએ  તે જ ગામના રમેશ કડવાભાઇ સાકળીયા સામે વિંછીયા પોલીસ મથકમાં  ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી રમેશ ફરીયાદીનો વાડી સુધી પીછો કરતો હતો અને ધાર ઉપર બેસી બિભત્સ ઇશારા કરી બોલાવી કહેલ કે મારી સાથે સંબંધ બાંધવામાં તને શું વાંધો છે? તેવુ કહયું હતું. પરંતુ ફરીયાદી તાબે ન થતા અને બાદમાં બાઇક પર જતા હતા ત્યારે આરોપી રમેશે બાઇક આડુ નાખી હવે બોલાવુ ત્યારે ન આવતો મારી નાખીશ તેમ કહી ભારતીબેન  તથા તેની સાથેના વ્યકિત ઉપર પાઇપથી હુમલો કરી ઇજા કરી હતી. આ ફરીયાદ અન્વયે વિંછીયા પોલીસે રમેશ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

(1:01 pm IST)