Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ભુજમાં નરેન્દ્રભાઈના જન્મદિવસની સેવાકીય કાર્યો સાથે ઉજવણી :

નવ વરાયેલા મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિ

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજી નો ૭૧ મો જન્મદિવસ હતો ત્યારે સમગ્ર દેશમાં આ દિવસની વિવિધ સામાજીક સેવાના કાર્યો થકી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે ભુજ ખાતે ગુજરાત સરકારના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ તથા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તથા કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતીમાં કડવા પાટીદાર સમાજવાડી ખાતે વિવિધ કાર્યક્રમો આયોજીત કરાયા હતા. જેમાં વડાપ્રધાન શ્રીના ૭૧માં જન્મદિવસ નિમીતે ૭૧ બોટલ ગુજરાત સરકારના સફળ ૨૦ વર્ષ પુર્ણ થવાના ઉપલક્ષમાં તથા વર્તમાન સરકારના ૬ વર્ષ પૂર્ણ થતા હોઇ મા ભારતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. અને કુલ ૯૭ બોટલ રક્ત એક્ત્ર કરાયુ હતુ જેને રાજ્યના મંત્રી તથા કચ્છ ભાજપના વિવિધ આગેવાનો ધારાસભ્યોની ઉપસ્થિતીમાં ખુલ્લો મુકાયો હતો. સંસ્થા તથા રાજપુત યુવા મંડળ દ્વારા રક્ત એકત્રીકરણ કરાયું હતું. તો સંસ્થાના ઉપક્રમે વ્હાઇટ ઇગલ સાઇકલ ગ્રુપ દ્વારા ભુજથી પુરેશ્ર્વર મહાદેવ મંદિર સુધૈની ૭૧ કિ.મી સાઇકલ યાત્રા યૌજાઇ હતી જેમાં ૨૫ લોકોએ ભાગ લીધો હતો ફીટ ઇન્ડીયાના ભાગરૂપે આયોજીત સાઇકલ યાત્રામાં ભાગ લેનાર સાઇકલીસ્ટોને મા. ભારતી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મંત્રી અર્જુનસિંહ ચૌહાણ કચ્છના સાંસદ વિનોદ ચાવડા જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા યુવા ભાજપ પ્રમુખ તાપસ શાહ જીલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાના હસ્તે સન્માનપત્ર એનાયત કરાયા હતા તો સંસ્થા દ્વારા રમતગમત ને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વોલીબોલ ટુર્નામેન્ટનું પણ આયોજન કરાયુ હતું. જેમાં ૮ ટીમોએ ભાગ લીધો હતો જેને સંસ્થા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહીત કરાશે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી અર્જુનસિંહ તથા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ માં ભારતી ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યોની બીરદાવી કાર્યક્રમના આયોજનને બીરદાવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સન્માન તથા આવકાર સંસ્થાના પ્રમુખ મનિષ બારોટે સંભાળ્યું હતું, સાઇકલયાત્રા તથા વોલીબીટ ટુર્નામેન્ટ માટે કારોબારી સદસ્ય રમતગમત વિભાગ પ્રદેશ સેલ ભાજપના વિષ્ણુ ચૌધરીએ જહેમત ઉઠાવી હતી જ્યારે રક્તદાન કેમ્પ તથા કાર્યક્રમનું સંચાલન રાજપુત યુવક મંડળના પ્રમુખ ધવલ ડુડીયાએ સંભાળ્યું હતું. અંગદાન મહાદાનની જાગૃતિ અંગે દિલીપ દેશમુખ (દાદા) એ ખાસ હાજરી આપી અંગદાન કરવા અંી પ્રેરણા આપી હતી

(9:35 am IST)