Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

જેતપુરમાં પરપ્રાંતિય મજૂરોના રૂ.૧.૪ર લાખ રોકડ સહિત ૩ મોબાઇલની ચોરીઃ જાણભેદુ હોવાની શંકા : બીજી ઘટના

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૮ : શહેરમાં સાડી ઉદ્યોગના કારણે પરપ્રાંતિય મજૂરો સાડીના કારખાનામાં કામ કરી રોજીરોટી કમાય છે તેઓ તેમના પરિવારનું ગુજરાન ચલાવવા અહીંથી રૂપિયા મોકલતા હોય છે. તેમને હિસાબના મળતા રૂપિયા ઘણી વખત પોતાના માલ સામાનમાં સાચવી રાખતા હોય છે તેની જાણ થતાં કોઇ જાણભેદુ ચોરી કરે છે. આવો બનાવ અગાઉ પણ બનેલ જેમાં અડધા લાખ જેવી રોકડ રકમની ચોરી થયેલ તેમાં જાણભેદુ જ નીકળેલ.

શહેરના રબારીકા રોડ પર આવેલ મહાદેવ પેકેજીંગ નામના કારખાનામાં રહી મજૂરી કામ કરવા પરપ્રાંતિય હીરૂભાઇ રાકેશસીંઘ ચૌહાણ (મુળ યુપી) કારખાનામા આવેલ ઓરડીમાં રહેતો હોય રાત્રીના ર-૩૦ વાગ્યાના અરસામાં તેનો ભાઇ નીરંજને હીરૂભાઇને જગાડી કહેલ કે મારો મોબાઇલ મળતો નથી તપાસ કરતા અન્ય બે લોકોના મોબાઇલ પણ ગાયબ હોય હીરૂભાઇના રૂમમાંથી તેની બેગ પણ ગાયબ હોય જેમાં રોકડ રૂ. ૧,૪ર,૦૦૦ પડેલ હોય જેની ચોરી થયાનું માલુમ પડતા શહેર પોલીસમાં ફરીયાદ નોંધાવેલ. પોતે કારખાનામાં ઠેકેદાર હોય હિસાબના રૂપિયા રાખેલ હતાં સાથે સાથે અન્ય કારીગરો નીરંજનનો સેમસંગ મોબાઇલ-૧ કિ.રૂ. ૧૦૦૦, વિક્રમ સુરેન્દ્રસિંઘનો મોબાઇલ કિ.રૂ. પ૦૦૦, આશીફ અબ્દુલભાઇનો મોબાઇલ રૂ. ૩૦૦૦ કુલ મળી રૂ.૧,પ૧,૦૦૦ની ચોરી થયાની ફરીયાદ શહેર પોલીસે નોંધી તસ્કરને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આવી ચોરીમાં કોઇ તેના જ જાણભેદુ હોવાનું બહાર આવેલ છે.

(12:55 pm IST)