Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ઉના-ગીરગઢડા તાલુકામાં

'આપ'ના યુવા જોડો અભિયાનને પ્રતિસાદઃ સેંકડો કાર્યકરો જોડાયા

ઉના તા. ૧૮ :.. ઉના શહેર ત્થા ગીરગઢડ તાલુકામાં આમ આદમી પાર્ટીમાં યુવા જોડો અભિયાનમાં સંખ્યાબંધ કાર્યકરો જોડાયા હતાં.

ઉના શહેરમાં આમ આદમી પાર્ટીનાં તાલુકા પ્રમુખ રાજુભાઇ ગટેચાનાં નિવાસ સ્થાને ઉના-ગીરગઢડા તાલુકાનાં આમ આદમી પાર્ટીની એક મીટીંગ જીલ્લા પ્રભારી બાવચંદભાઇ ભાલીયા ત્થા જીલ્લા પ્રમુખ દિનેશભાઇ મોરીનાં આગેવાનીમાં મળી હતી. જેમાં આપના શહેર પ્રમુખ વિનોદભાઇ બાંભણીયાએ સૌનુ સ્વાગત કર્યુ હતું.

આ મીટીંગમાં ગીરગઢડા તાલુકા પ્રમુખ તરીકે હરેશભાઇ બલદાણીયા ત્થામ મહામંત્રી તરીકે ભરતભાઇ ચોવટીયાની વરણી કરાઇ હતી. તેમજ તાલાળા (ગીર) નાં પ્રભારી તરીકે મગનભાઇ ગજેરાની વરણી કરાઇ હતી. આ મીટીંગમાં મનુભાઇ મોરી, હનીફભાઇ ઝાંખરા, ઇમરાનભાઇ સોરઠીયા, ભરતભાઇ કામલીયાના મોલી.નાં ભાજપના આગેવાન નીતિનભાઇ ડોબરીયા, ત્થા અસંખ્યા યુવા કાર્યકરો આદમી પાર્ટીમાં જોડાઇ અને ટોપી અને ખેસ પહેરેલ હતો.

આ મીટીંગમાં આગેવાનોએ કાર્યકરોને આવનારી સ્થાનીક સ્વરાજયની ચૂંટણી તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલીકાની સામાન્ય ચૂંટણી આવતી હોય કાર્યકરોએ માઇક્રો પ્લાનીંગ કરી તમામ મતદારો સુધી પહોંચી લોકોના પ્રશ્નો હલ કરવા લોકો સુધી પહોંચવા આહવાન કર્યુ હતું.

તેમજ કાર્યકરોને ઓકસીમીટર આપી લોકોને પ્રાથમિક તપાસ કરી કોરોના વાયરસથી જાગૃત કરવા સાવચેતી કરવા કામે લાગી જવા જણાવેલ હતું.

(11:41 am IST)