Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ચુડા શંકર સ્ટેડિયમ ખાતે ગ્રામ પંચાયત દ્વારા આયોજીત લોકમેળાને જનતા માટે ખુલ્લો મુકતા વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા

મેળાઓ થકી સામાજિક સમરસતાની ભાવનાઓનો ઉદય થાય છે: મેળાઓ સમાજની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાનેમજબૂત કરવા માટે ખૂબ જ આવશ્યક છે:કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા

સુરેન્‍દ્રનગર:સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે શંકર સ્ટેડિયમમાં ગ્રામ પંચાયત દ્વારા આયોજીત લોકમેળાનું વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ઉદઘાટન કરાયું હતું.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેળાનો ઉલ્લેખ કર્યો હતો. આધુનિક સમયમાં મેળાઓ સમાજની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરવા માટે ખૂબ જ આવશ્યક છે. યુવાનોને પણ મેળાઓમાં જોડાવા માટે અપીલ કરી હતી.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે આપણા દેશમાં મેળાનું સાંસ્કૃતિક મહત્ત્વ ઘણું છે. મેળો, જન-મન બંનેને જોડે છે. ગુજરાતમાં તરણેતર અને માધવપુર જેવા અનેક મેળાઓ ઘણા પ્રખ્યાત છે. મેળાઓ થકી સામાજિક સમરસતાની ભાવનાઓનો ઉદય થાય છે. મેળાને સફળ બનાવવા માટે સૌના સાથ સહકાર જરૂરી છે. પ્રધાનમંત્રીના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના પ્રયાસના સિધ્ધાંત થકી આવા કાર્યક્રમો સાર્થક થાય છે.

મંત્રીએ ગ્રામજનોનાં આગ્રહ અને ઉત્સાહમાં વધારો કરવા ચકડોળમાં બેસી આનંદ માણ્યો હતો અને સમગ્ર મેળાની મુલાકાત લઈ રસપૂર્વક  નિરીક્ષણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં ચુડા તાલુકા પંચાયત પ્રમુખ મોતીભાઈ,તાલુકા પંચાયત સદસ્ય વિનોદભાઈ, ચુડા સરપંચ કનૈયાલાલ વાણીયા, ગ્રામ પંચાયત સભ્યો, પોલીસ ઇન્સ્પેક્ટર એ.એચ.ગોરી, અગ્રણી સર્વ તનકસિંહ રાણા, જયદીપસિંહ ઝાલા, ગૌતમભાઈ, વલ્લભભાઈ, ઘનશ્યામભાઈ, મહિપતભાઈ પરમાર, ભીખુભા તેમજ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(12:13 am IST)