Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ગુજરાતને આમ આદમી પાર્ટી દ્વારા જન્માષ્ટમીની ભેટ : વિધાનસભાની બીજી યાદી જાહેર કરી

જામનગર 78 વિધાનસભા મતવિસ્તાર ના ઉમેદવાર તરીકે શહેર પ્રમુખ કરસનભાઈ કરમુર ના નામની જાહેરાત કરાઈ

જામનગર :  હીન્દુસ્તાનના આઝાદી પછી ના ઈતિહાસમાં રાજનૈતિક પાર્ટીઓમાં આમ આદમી પાર્ટી દ્વારા ત્રણ મહિના અગાઉ ઉમેદવારોના નામની જાહેરાત કરવાની પહેલ કરવામાં આવી છે
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજરોજ જન્માષ્ટમી પર્વની ભેટ ગુજરાતની જનતાને આપવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા ઉમેદવારો પૈકી આજરોજ બીજી યાદી જાહેર કરવામાં આવી આ અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા સૌપ્રથમ 10 ઉમેદવારોની નામની યાદી જાહેર કરવામાં આવી હતી
   આ જ રીતે આજરોજ ગુજરાત પ્રદેશમાં હજુ સુધી કોઈ પક્ષ દ્વારા જ્યારે વિધાનસભા ના ઉમેદવારોની નામની યાદી જાહેર કરવામાં આવી નથી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે
આ યાદી જાહેર થતાની સાથે જ જામનગર આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા હોદ્દેદારો માં ખૂબ જ ઉત્સાહની લાગણી વ્યાપી છે અને જાણે જન્માષ્ટમી નું મોટું ગીફ્ટ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા જામનગરને અપાયું હોય તેમ ઉજવણીનો માહોલ બન્યો છે અને આમ આદમી પાર્ટી જામનગર  કાર્યાલય ગુરુદ્વાર ચોકડી ખાતે જામનગર શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા 78 વિધાનસભા મતવિસ્તારમાં શહેર પ્રમુખ કરસનભાઈ કરમુર નો નામ જાહેર થતા ભાઈ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમની એકબીજાને મીઠાઇ ખવડાવી ઉજવણી કરવામાં આવી
આ કાર્યક્રમમાં લોકસભા પ્રમુખ દુર્ગેશભાઇ પ્રદેશ, યુવા પ્રમુખ વિશાલભાઈ, લોકસભા સચિવ ભાવેશભાઈ સભાડીયા ,જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ દૉગા, આશિષભાઈ કંટારીયા, મહિલા પ્રમુખ ચેતનાબેન પુરોહિત તેમજ દરેક મોરચાના કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

(10:30 pm IST)