Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિક્રમભાઈ સોરાણીનું જીલ્લા કાર્યાલય ખાતે સન્માન કરવામાં આવ્યું

મોરબી :  જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ અને કૉંગ્રેસ ને જાટકાઓ આપવાનું કામ આમ આમ આદમી પાર્ટી ચાલુ રાખ્યું છે થોડા સમય પહેલા 10 વિધાનસભા ઉમેદવારના નામ જાહેર કર્યા ભડ આજે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા નવા 9 ઉમેદવાર ના નામ જાહેર કરેલ છે જેમાં 67 - કુવાડવા વાંકાનેર  વિધાનસભા સીટ પર વિક્રમભાઈ સોરાણીનું નામ જાહેર થયેલ છે જે બદલ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા કાર્યાલય ખાતે બહોળી સંખ્યામા ઉપસ્થિત રહી કાર્યકર્તા તેમનું સન્માન કરેલ તેમજ યુવા નેતા પંકજભાઈ રાણસરિયા દ્વારા મોરબી ની શાલ નહેરુ ગેટ ટાવર ની કૃતિ ભેટ સ્વરૂપે આપેલ.
આ સમયે વિક્રમભાઈ સોરાણી એ તમામ કાર્યક્તાઓ નો આભાર માનેલ અને પુર જોશમાં આગામી ચૂંટણી લડવાનો નીર્ધાર કરેલ..

(8:35 pm IST)