Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

મોરબી: રબારી સમાજમાં પ્રથમ વખત લેવાયા ઘડિયા લગ્ન

સમગ્ર સમાજને નવી રાહ ચીંધી : પરિવારે નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા

મોરબી: મોરબી જિલ્લામાં ઘડિયા લગ્નની પ્રેરણાદાયી પ્રથા ચાલી રહી છે ત્યારે મોરબીમાં રબારી સમાજમાં પ્રથમ વખત ઘડિયા લગ્ન લેવાયા હતા.
ચોબારીના વતની વજુભાઈ ખોડાભાઈ આલની પુત્રી સોનલના લગ્ન મોરબીના હસમુખભાઈ નાનુભાઈ ભુંભરીયાના પુત્ર વશરામ સાથે સંપન્ન થયા હતા. આમ બંને પરિવારે ઘડિયા લગ્ન યોજીને સમગ્ર સમાજને નવી રાહ ચીંધી હતી. પરિવારે નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા

(8:33 pm IST)