Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

આર્યસમાજ-જામનગર દ્વારા સ્‍વાતંત્ર્ય દિવસ સમારોહ ઉજવાયો


જામનગરઃ ભારતના ૭૬માં સ્‍વાતંત્ર્ય દિન નિમિતે તાજેતરમાં આર્યસમાજ જામનગર અને શ્રીમદ્દ દયાનંદ કન્‍યા વિદ્યાલય દ્વારા રાષ્‍ટ્રીય ધ્‍વજવંદન અને સાંસ્‍કૃતિક કાર્યક્રમ મનાવવામાં આવેલ.
શ્રી બૃહદ સૌરાષ્‍ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગરના પ્રમુખ અને આ સમારોહના અધ્‍યક્ષ દિપકભાઇ ઠકકર દ્વારા ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું અધ્‍યક્ષીય ઉદ્દબોધન દિપકભાઇ ઠકકર દ્વારા કરવામાં આવેલ. તેમણે તેમના અધ્‍યક્ષીય ઉદ્દબોધનમાં આઝાદીનો અથ, આઝાદીની લડાઇમાં આર્યસમાજ દ્વારા અપાયેલ  યોગદાન અને આર્યસમાજ-જામનગર દ્વારા તેમના બે કાર્યકરો સ્‍મૃતિશેષ ગોકલદાસ હીરજી ઠકકર અને દામજીભાઇ રામજીભાઇ મહેતાની આઝાદીના યોગદાન અંગેની માહીતી આપી હતી.શ્રીમદ્દ દયાનંદ કન્‍યા વિદ્યાલય ઉચ્‍ચ્‍તર માધ્‍યમિક વિભાગ અને પ્રાથમીક વિભાગ દ્વારા સાંસ્‍કૃતિક રજુ કરવામાં આવ્‍યા હતા.
આર્ય વીરાંગના દળ-જામનગર દ્વારા રી પ્રેક્ષાબેન ભટ્ટના નિર્દેશન હેઠળ યોગ-કરાટે, લેઝીમ અને ટયુબલાઇટ બ્રેકીંગનો કાર્યક્રમ રાખવામાં઼ આવેલ હતો.
આર્ય વીરાંગના દળ-જામનગરના અીધષ્‍ઠાત્રી પ્રફુલ્લાબેન રૂપડીયાને પ્રમાણપત્રથી સન્‍માનિત કરવામં આવેલ અને આર્ય વીરાંગના દળ શાખાના પ્રશિક્ષણ માટે પ્રેક્ષાબેન ભટ્ટ, પ્રશિક્ષણ આસીસ્‍ટન્‍ટ મીરલબેન કરમુરને પ્રમાણપત્રથી સન્‍માન કરવામાં આવેલ તેમજ આર્ય વીરાંગના દળ શાખાનું સહ સંચાલન બદલ એકતા વાઘેલાને પુરસ્‍કાર અર્પણ કરવામાં આવેલ હતો.
કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીની બહેનોને સંસ્‍થા તરફથી રૂા.૧૦૦૦ નો રોકડ પુરસ્‍કાર માનદ મંત્રી મહેશભાઇ રામાણી, દ્વારા રૂા.૧૦૦ નો રોકડ પુરસ્‍કાર, તેમજ ઉપમંત્રી નરેન્‍દ્રભાઇ મહેતા તરફથી રૂા.પ૦નો રોકડ પુરસ્‍કાર આપવામાં આવેલ હતો. આર્ય વીરાંગના દળ શિબિરમાં ભાગ લેનાર દરેક આર્ય વીરાંગનાઓને પરમાણપત્ર પણ આપવમાં આવેલ હતા.
આર્યસમાજ જામનગર અને આર્યવિદ્યાસભાના માનદ્દ મંત્રી રામાણી મહેશભાઇ પટેલ અને શ્રી બૃહદ સૌરાષ્‍ટ્ર આર્ય પ્રદેશીક સભાના માનદદ મંત્રી અને આર્યસમાજના જામનગરના ઉપમંત્રી નરેન્‍દ્રભાઇ મહેતાએ ઉપરોકત કાર્યક્રમ માટેશુભેચ્‍છા પાઠવેલ હતી. તેમજ આ સમારોહમાં આર્યસમાજ જામનગરના કોષાધ્‍યક્ષ વિનોદભાઇ નાંઢા, પુસ્‍તકાધ્‍યક્ષ ભરતભાઇ આશાવર, અંતરંગ સદસ્‍યો ધીરૂભાઇ નાંઢા, ધવલભાઇ બરછા, સુનિતાબેન ખન્ના, અરવિંદભાઇ મહેતા, પ્રભુલાલભાઇ ડી.મહેતા, વિશ્વાસભા ઠકક, શ્રીમદ્દ દયાનંદ કન્‍યા વિદ્યાલયના માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા, પ્રાથમીક વિભાગના આચાર્ય જયશ્રીબેન દાઉદીયા, સંગીતાબેન ગિરનારી, શિક્ષિકા બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ શ્રીમદ્દ દયાનંદ કન્‍યા વિદ્યાલયના માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગના આચાર્યાપ્રફુલ્લાબેન રૂપડીયા અને પ્રાથમીક વિભાગના આચાર્ય જયશ્રીબેન દાઉદીયા, સંગીતાબેન ગિરનારીના માર્ગદર્શન હેઠળ ધર્મિષ્‍ઠાબેન ગોહીલ, અરૂણાબેન ધોકિયા, ઉર્વીબેન અગ્રાવત, યોગીતાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આભાર દર્શન પ્રાથમીક વિભાગના આચાર્યા સંગીતાબેન ગિરનારીએ કરેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગના શિક્ષિકા ધર્મિષ્‍ઠાબેન ગોહીલે કરેલ હતું.(તસ્‍વીર - અહેવાલ-મુકુંદ બદિયાણી-જામનગર)

 

(1:37 pm IST)