Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જામનગરના બેડેશ્વરમાં ડીગ્રી વિના દવાખાનું ચલાવતા ઝડપાયો

જામનગર : બેડેશ્વર વિસ્‍તારમાં રામ મંદિર ચોક પાસે જીલાની ઇન્‍ડ. માંથી શિવાણી (રે. સન સીટી-ડીપી પ-ર-૧ મોટકંડા રોડ શેરી નં. ૭) નામનો ઇસમ ડીગ્રી ધરાવતા ના હોવા છતાં રજવી કલીનીક નામનું દવાખાનું ખોલી મજકૂર ઇસમ દર્દીઓને તપાસી તે દર્દી ઓને અલગ-અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે. તેવી હકિકત આધારે રેઇડ કરી કુલ રૂા. ર૭પ૧ નો મુદામાલ કબ્‍જે કરી મજકૂર વિરૂધ્‍ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે. આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર કે. જે. ભોયેની સુચના થી પો. સબ. ઇ. એ. એસ. ગળચર તથા એસ. ઓ. જી. સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

 

(1:35 pm IST)