Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જામનગરમાં સોનીની દુકાન અને ઘરમાંથી ૧.૯૩ લાખની ચોરી

તસ્‍કરો સીસીટીવી કેમેરામાં કેદ : પોલીસ દ્વારા શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૮ : જામનગરના ધૂતારપરમાં સોનીની દુકાન અને એક ઘરમાંથી ચાર ચોરોએ તરખાટ મચાવી સોના ચાંદીના દાગીના તેમજ મોટરસાયકલ ની ચોરી કરી ગયા ની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ ચોરીની ઘટનામાં કુલ રૂપિયા ૧,૯૩,૫૦૦ ની માલમતા ચોરાઈ હોવાનું પોલીસ ચોપડે જાહેર કરાયું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે. હાય ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્‍યા છે જેમાં તસ્‍કરો બુકાની સાથે ચોરી કરતા દ્રશ્‍યમાન થાય છે. (તસ્‍વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

 

(1:32 pm IST)