Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ખોડીયાર ગ્રુપ યુવક મંડળ - જૂનાગઢ દ્વારા તહેવારો નિમિતે ૫૦ કુટુંબોને મફત ખાદ્યસામગ્રી અપાઇ

જૂનાગઢ તા. ૧૮ : જુનાગઢમાં સાતમ આઠમ (જન્‍માષ્ટમી)નાં પાવન તહેવાર તેમજ આપણી આઝાદીનાં અમૃત મહોત્‍સવ નિમિતે અને ૧૫ ઓગસ્‍ટની પુર્વ સંધ્‍યાએ જરૂરીયાતમંદ કુટુંબોને વિનામુલ્‍યે અનાજ અને મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરાયું હતું.

જુનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્‍ટ દ્વારા દર મહિનાનાં બીજા રવિવારે વિનામુલ્‍યે જરૂરીયાતમંદ કુટુંબોને અનાજ વિતરણ કરવામાં આવે છે. તેનાં અનુસંધાને આ વખતે આદર્શ પ્રાયમરી સ્‍કુલ, દુબડી પ્‍લોટ, ગરબી ચોક ખાતે જરૂરીયાતમંદ ૫૦ કુટુંબોને ઘઉં, ચોખા, ખીચડી, ખાંડ, ચાની ભુકી, ચોખા નાં પૌવા, નિમક(મીઠું), ચટણી, હળદર, ઘાણાજીરૂ, ચણાનો લોટ, મેંદાનો લોટ, ચણા, ચણા ની દાળ, ન્‍હાવાનો સાબુ, કપડાં ધોવાનો સાબુ, મીક્‍સ મીઠાઈ, મમરા, ચવાણું, ભાવનગરી ગાંઠીયા, સાદી સેવ, ફરાળી ચેવડો, સકકરપારા, પારલે બિસ્‍કીટ એમ કુલ ૨૪ (ચોવીસ) આઈટમᅠ આપવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે જુનાગઢનાં ધારાસભ્‍ય ભીખાભાઈ જોષી, જુનાગઢ નાં પુર્વ મેયરમતી આદ્યાશકિતબેન મજમુદાર, કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ - જુનાગઢનાં પ્રમુખ બટુકભાઈ મકવાણા, તેમજ અતિથિ વિશેષ તરીકે ગાયત્રી શકિતપીઠ જુનાગઢનાં મેનેજીંગ ટ્રસ્‍ટી નાગભાઈ વાળા, જુનાગઢનાં જયોતિષ અને વાસ્‍તુ વિશારદ મિલનભાઈ રાજપરા, જય સરદાર હોસ્‍પિટલ જુનાગઢ નાં મેનેજીંગ ટ્રસ્‍ટી ડો.રાજેશભાઈ ભાખર, આજકાલ ન્‍યુઝ પેપર જુનાગઢનાં તંત્રી શૈલેષભાઈ પારેખ, ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ જુનાગઢનાં ટ્રસ્‍ટી કિશોરભાઈ ચોટલીયા, નિકુંજભાઈ ભાલાણી, અરવિંદભાઈ મારડીયા અને જુનાગઢનાં મહિલા અગ્રણીઓમાં રેખાબેન સી.ભટ્ટ, રમીલાબેન ઘુચલા, જયશ્રીબેન ગાલોરીયા, તરૂલતાબેન ગઢીયા, ઈન્‍દુબેન ખાણદર, મિતલબેન રાડા, ભાવનાબેન કે.વૈશ્ર્નવ, રોશનીબેન ઘુચલા વગેરે ખાસ ઉપસ્‍થિત રહ્યાં હતાં. આ અનાજ, મીઠાઈ અને ફરસાણ વિતરણનાં પ્રસંગે તમામ ઉપસ્‍થિત મહેમાનોએ સંસ્‍થાની સેવાકીય પ્રવૃતિ ને બિરદાવી હતી.

આ અનાજ, મીઠાઈ અને ફરસાણ વિતરણનાં પ્રસંગે જુનાગઢનાં દાતાર સેવક બટુકબાપુ અને સમસ્‍ત પરજીયા પટ્ટણી સોની સમાજ - જુનાગઢ નાં પ્રમુખ વજુભાઈ ઘકાણ તેમજ જુનાગઢનાં ટેક્ષ કન્‍સલ્‍ટન્‍ટ ચંદુભાઈ લોઢીયાએ ટેલીફોનીક શુભેચ્‍છા પાઠવી હતી. આ અનાજ,મીઠાઈ અને ફરસાણ વિતરણનાં પ્રસંગે જુનાગઢનાં નામી અનામી તેમજ બહારગામથી પણ દાતાશ્રીઓનો સહકાર મળ્‍યો હતો. આ સેવાકીય કાર્યને સફળ બનાવવાં સંસ્‍થાનાં પ્રમુખ નરેન્‍દ્ર ઘુચલાએ જહેમત ઉઠાવી હતી.

(1:31 pm IST)