Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જૂનાગઢ સત્‍યમ સેવા યુવક મંડળ ટ્રસ્‍ટ દ્વારા ગરીબ પરિવારને મીઠાઇ, ફરસાણ તથા રાશનકીટનું વિતરણ

આજની કાળજાળ મોંઘવારીમાં કોઈ કોઈનું ભાવ પુછવા વાળું નથી ત્‍યારે જરૂરિયાતના સમયમાં સગા વ્‍હાલા મોઢું ફેરવી લેતા હોય છે તેવા સમયે સત્‍યમ સેવા યુવક મંડળ દ્વારા અને દાતાશ્રીના આર્થિક સહયોગ દ્વારા જેમાંᅠ ખાસ કરીને વિધવા ત્‍યકતા તેમજ શ્રમિક પરિવારોની હાલત કફોડી હોય ત્‍યારે સાતમ આઠમના તહેવારોની ઉજવણી ગરીબ પરિવારᅠ હર્ષ ઉલ્લાસ થી કરી શકે તે માટે વડાલ , ભિયાળ, કેરાળા, વાલાસિમડી, મજેવડી, ગોલાઘર, સુખપુર, બામણગામ, વિગેરે ૭૦૦ કુટુંબોને તેલની બોટલ મોહનથાળ તીખા ગાંઠિયા સોનપાપડી ચવાણું ચાનીભુકી ખાંડ લોટ ખીચડી મમરાથેલી બિસ્‍કીટ વેફરᅠ સકરપારા ફરાડીચેવડોᅠ બટેટા વિગેરેની કીટ તૈયાર કરી તેમજ સત્‍યમ સેવા યુવક મંડળ ના હોલ ખાતે અંબિકા ચોકમાં ૨૦૦ કુટુંબોને અતિ ગરીબ પરિવારો ને તથા આર્થિક રીતે નબળા પરિવારના કુટુંબોને પણ સત્‍યમ સેવા યુવક મંડળ નાᅠ પ્રમુખ મનસુખભાઈ વાજાના માર્ગદર્શન હેઠળ સત્‍યમ સેવા યુવક, ગાયત્રી પરિવાર ચેરીટેબલ ના ટ્રસ્‍ટી નાગભાઈ વાળા, ડે.મેયર ગીરીશભાઈ કોટેચા દામજીભાઈ પરમાર પાર્થભાઈ કોટેચા રમણીકભાઇ રાણીગા વજુભાઈ ઘકાણ, વિજયાબેન લોઢીયા મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર હેમંતભાઈ પટેલ પ.પુ શેરનાથબાપુ પુ.ભીમબાપુᅠ ઉપલા દાતારᅠ કે.ડી.પંડયા સાહેબ અમુભાઈ પાનસુરીયા અભયભાઈ ચોકસી સુશીલાબેન શાહ મુકેશભાઈ મેઘનાથી રાજેશભાઈ લાલચેતા શાન્‍તાબેન બેસ અશોકભાઈ મંગનાણી કિરીટભાઇ ગંગદેવᅠ પલાણભાઈ કુલદીપ મેઘનાથી મનહરસિહ ઝાલાᅠ તારાબેન વૈઠા તથા વસંતલાલ એન.રાજા વિગેરેના આર્થિક સહયોગથી વડાલ ભિયાળ કાથરોટા વાલાસિમડી મજેવડી ગોલાઘર કેરાળા ગામોના સરપંચોશ્રી ઓને સાથ સહકાર આપેલ હતો જે તકે સંસ્‍થા દ્વારા તમામ ગામોના સરપંચોશ્રી ઓનો આભાર માનેલ કાર્યક્રમ ને સફળ કરવામાં સંસ્‍થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, કમલેશભાઈ પંડ્‍યા, અરવિંદભાઈ મારડીયા, બટુક બાપુ, ગાડુંભાઈ ઠેસીયા, અલ્‍પેશભાઈ પરમાર, પ્રવિણભાઇ જોશી, કેવલભાઈ વાજા,ᅠનાથાભાઈ કંડોરીયા, માઘાભાઈ પારઘી, મજેવડી સરપંચ સુનીલભાઈ પોકીયા વાલાસિમડી સરપંચ દેવરાજભાઈ પરમાર મજેવડી તાલુકા પંચાયત ઉપપ્રમુખ અરવિંદભાઈ ઘડેશીયા વડાલ સરપંચ મનસુખભાઈ વઘેરા ભીયાળ કેરાળા ના સેવાભાવી મોનિકાબેન ભાયાણી યોગેશભાઈ ભાયાણી વિગેરેના સાથ સહકારથી આ સેવાયજ્ઞમાં ઉપસ્‍થિત રહી સફળ કરવામાં આવેલ હતો.

(1:31 pm IST)