Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ચેક રીટર્ન કેસમાં છૂટકારો

જૂનાગઢ,તા. ૧૮ : રૂા. ૬૫,૦૦૦ ના ચેક રીટર્ન કેસમાં ઉપલેટાના એડીશ્‍નલ ચીફ જ્‍યુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટે આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે ઓમ સંજયભાઇ વસોયા ઉપલેટાના રહેવાસીએ આ કામના આરોપી વિરૂધ્‍ધ રૂા. ૬૫,૦૦૦ ના ચેક રીટર્નનો કેસ દાખલ કરેલ હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષ દ્વારા કાયદેસરનું લેણુ કે જવાબદારી સાબીત ન કરી શકતા આ કામના આરોપી વસીમ  હુશેનભાઇ લાખાણીનો નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.

આ કામના આરોપી વતી વકીલશ્રીએ સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ અને મૌખીક દલીલો માન્‍ય રાખી  આ કામના આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામના આરોપી તરફે વકીલ એજામ એમ.મકરાણી જૂનાગઢ રોકાયેલા હતા.

(1:30 pm IST)