Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

કેશોદના નુનારડા ગામે છકડો રીક્ષાનું ટાયર ફાટતા વોંકળામાં પડયો : કોઇ જાનહાની નહિ

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૮ : નુનારડા ગામ નજીક રોડની બાજુમાં પાણીના વહેણ સાથે વોકળો પસાર થાયછે જેની બાજુમાં નોન પ્‍લાનમાં રોડ બનેલછે વોકળા પાસે પ્રોટેક્‍શન દિવાલ બનાવવામાં આવેલ છે. જયાં પંદર ફુટ જેટલો ઉંડો ખાડો આવેલ છે જયાં પ્રોટેક્‍શન દિવાલ ઉપર ગ્રીલ લગાવવા આવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. ગ્રીલ બનાવવા બાબતે ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્‍યાન આપવામાં આવતું ન હોવાથી તંત્ર સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યોછે.

વોંકળા પાસેથી દુધના ખાલી કેન સાથે છકડો રીક્ષા પસાર થઈ રહી હતી તે સમયે રીક્ષાનું ટાયર ફાટતાં છકડો રીક્ષા પંદર ફુટ ઉંડા ખાડામાં પડી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પણ ત્‍યાં અવારનવાર વાહનચાલકો પસાર થતા સમયે અકસ્‍માત થવાનો ભય રહે છે. અને ત્‍યાંજ વળાંક પણ હોવાથી પ્રોટેક્‍શન દિવાલ ઉપર ગ્રીલ લગાવવા ન આવેલ હોવાથી વાહનો ખાડામાં પડવાનો ભય રહેતો હોય જેથી તંત્ર દ્વારા સત્‍વરે યોગ્‍ય કાર્યવાહી હાથધરે તેવી આ વિસ્‍તારના લોકોની માંગ છે.

(1:45 pm IST)