Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

પોરબંદરના ચોપાટી મેદાનમાં વરસાદના પાણી ભરાતા પાણીઃ લોકમેળો રદ કરવા કોંગ્રેસની માંગણી

પોરબંદર તા. ૧૮ : સતત વરસાદમાં બીજી બાજુ નગરપાલિકાનું તંત્ર કોઇપણ ભોગે મેળાનું આયોજન કરવા માટે કટિબધ્‍ધ બન્‍યું  છે.ત્રણ-ત્રણ મોટા પંપ મુકીને મેદાનમાંથી વરસદાનુંપાણી ખેંચી રહ્યું છે. પરંતુ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી અને પાંચ દિવસ સુધી હજુ ભારે વરસાદની આગાહી છે તેથી જન્‍માષ્‍ટમીનો મેળો રદ્દ કરવા કોંગ્રેસ દ્વારા માંગણી થઇ છે.
કોંગ્રેસ આગેવાન રામદેવભાઇ મોઢવાડીયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઇ મેપાભાઇ ઓડેદરા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ કારીયા, નગરપાલિકાના વીપક્ષીનેતા જીવનભાઇ જુંગી, ઉપનેતા ફારૂકભાઇ સુર્યા અને દંડક ભતભાઇ ઓડેદરા રાજય સરકારને રજુઆતમાં જણાવ્‍યું છે કે નગરપાલિકાનું તંત્ર વરસતા વરસાદમાં પણ મેળાનું આયોજન કરવા ઉંધા માથે કામે લાગ્‍યું છ.ે છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. અને હજુ પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે તેથી મેળામેદાનમાં ભરાયેલા વરસાદના પાણી બહાર કાઢવા ત્રણ-ત્રણ મોટા પંપ અને ટ્રેકટર વડે તંત્ર કામ કરી રહ્યું છે. પરંતુ વરસાદ હજુયે વરસી રહ્યો છે. અને આગામી દિવસમાં વધુ વરસશે તેવી આગામી છે તેથી આવતીકાલથી શરૂ થનારો જન્‍માષ્‍ટમીનો મેળો રદ કરવો જોઇએ.
કોંગ્રેસ દ્વારા રજુઆતમાં જણાવ્‍યું છે કે તમામ નાના-મોટા ધંધાર્થીઓએ નગરપાલિકાને જે કોઇપણ રકમ ભરી હોય તેનું ૧૦૦ ટકા રીફન્‍ડ તાત્‍કાલીક આપી દેવું જોઇએ. અને મેળો રદ કરી દેવો જોઇએ. કારણ કે તેમાં નગરપાલિકાને એક કરોડ ઓગણ ચાલીસ લાખની જે આવક થઇ છે તે ઉપરાંત સરકારને પણ પચ્‍ચીસ લાખની એસટીની આવક થઇ છે. તેથી સરકાર અને તંત્ર આ આવક જતી કરવા તૈયાર ન હોય તેથી કોઇપણ ભોગે મેળાનું આયોજન કરવા તૈયાર છે. પરંતુ વાસ્‍તવિકતા એ છે કે એક બાજુ પોરબંદરમાં રોગચાળો ફેલાયો છે અને વરસાદ વરસી રહ્યો છે. તેથી ગંદકી પણ વધુ ફેલાઇ છે

 

(1:07 pm IST)