Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જામનગરથી જન્‍માષ્‍ટમી પર્વે દ્વારકા માટે એકસ્‍ટ્રા બસો

જામનગર,તા. ૧૮ : ગુજરાત રાજ્‍ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સુપ્રસિધ્‍ધ તીર્થધામ દ્વારિકા જગત મંદિર ખાતે જન્‍માષ્‍ટમી મહોત્‍સવ-૨૦૨૨ને ધ્‍યાને રાખીને આગામી તા. ૧૮/૮/૨૦૨૨થી ૨૧/૮/૨૦૨૨ દરમિયાન મુસાફરોને અવર-જવર માટે જામનગર એસ.ટી.વિભાગ દ્વારા એકસ્‍ટ્રા બસ સંચાલનનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ તારીખો દરમિયાન મુસાફરો એકસ્‍ટ્રા બસોમાં એડવાન્‍સ બુકિંગ કરાવી શકશે. તેમજ ૫૧ થી વધુ મુસાફરોને ગ્રુપ બુકિંગ કરાવવા પર અન્‍ય બસ પણ એસ.ટી. નિગમ, જામનગર દ્વારા ફાળવવામાં આવશે. આ ખાસ સેવાનો જામનગરની જાહેર જનતા મહતમ લાભ લે તેવો અનુરોધ વિભાગીય નિયામકશ્રી, એસ.ટી. વિભાગ, જામનગરની યાદીમાં કરવામાં આવ્‍યો છે.દ્વારકા-હર્ષદ રૂા. ૯૪, દ્વારકા-જામનગર-રૂા.૧૩૮,  દ્વારકા-રાજકોટ- રૂા.૧૮૮, દ્વારકા-પોરબંદર રૂા.૧૨૩, દ્વારકા -સોમનાથ રૂા.૨૦૪, દ્વારકા-જૂનાગઢ રૂા.૧૮૪ ભાડુ છે.

સાંસદનું કાર્યાલય બંધ રહેશે

જન્‍માષ્‍ટમીના તહેવારો નિમિતે જામનગરના સંસદસભ્‍યશ્રી પૂનમબેન માડમના જામનગર, ખંભાળીયા તથા ભાણવડ ખાતેના કાર્યાલય (ગુરૂવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર)ના ચાર દિવસ બંધ રહેશે.

(1:02 pm IST)