Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

મોરબીઃ સંધી મુસ્‍લિમ સમાજને ઓબીસી અંતર્ગત રાજકીય અનામતનો લાભ આપવા આવેદન

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૧૮: મોરબી : સંધી મુસ્‍લિમ સમાજને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં વસ્‍તીના આધારે ઓબીસી અંતર્ગત રાજકીય અનામતનો લાભ આપવાની માંગ સાથે માળિયાના જાગળત નાગરિકે સંધી મુસ્‍લિમ સમાજ વતી નિવાસી અધિક કલેકટરને લેખિત આવેદન પાઠવ્‍યું છે.
માળિયાના નાના ભેલા ગામના રહેવાસી કાસમ સુમરાએ રજૂઆતમાં જણાવ્‍યું છે કે નિવળત ન્‍યાયમૂર્તિ કે એસ ઝવેરી ના પંચ સમક્ષ જાહેર નિવિદા તા. ૩૦-૦૭-૨૨ મુજબ  સંધી મુસ્‍લિમ સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્‍યો છે મોરબી જીલ્લામાં સંધી મુસ્‍લિમ સમાજની વસ્‍તી કુલ મળીને ૨૦,૦૦૦ થી વધુની છે સમાજમાં શિક્ષણનું સ્‍તર ઓછું છે અને મોટાભાગે લોકો મજુરી કામ કરે છે સ્‍થાનિક સ્‍વરાજ્‍ય સંસ્‍થાઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકામાં સમાજનું પ્રતિનિધિત્‍વ નહીવત છે જેથી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં સમાજની વસ્‍તીના આધારે ઓબીસી અંતર્ગત રાજકીય અનામતનો લાભ મળે તેવી માંગ કરી છે

 

(1:02 pm IST)