Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

સુરેન્‍દ્રનગર વઢવાણ ગણપતી ફાટસર નજીક યુવકનું ટ્રેનની હડફેટે મોત

ઘટના સ્‍થળે કાફલા સહિત લોકોના ટોળેટોળા ઉમટી પડયાઃ મોત નિપજેલા આધેડ ઉંમરના યુવકના વાલી વારસની પોલીસે તપાસ હાથ ધરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૮: વઢવાણ ગણપતિ ફાટસર પાસે રેલ્‍વેના પાટાની બાજુમાં અજાણ્‍યા યુવકનો મળતદેહ હોવાની માહિતિ પોલીસ તંત્રને જાણ થતા ઘટનાસ્‍થળે પોલીસ કાફલો અને ૧૦૮ ની ટીમ દોડી ગઈ હતી અને પોલીસ ટીમે અજાણ્‍યા પુરૂષના મળતદેહની તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યુ હતુ કે આ અજાણ્‍યો યુવક ગણપતિ ફાટસર રેલ્‍વે ફાટકથી પસાર થતી ટ્રેનની હડફેટે આવીને મોત નિપજ્‍યા હોવાનુ હાલ જાણવા મળે છે તેમજ પોલીસ ટીમે અજાણ્‍યા યુવકના મળતદેહના વાલી વારસની શોધખોળ માટે તપાસ હાથ ધરી અને મળતક અજાણ્‍યા આધેડ ઉંમરના યુવકની ડેડબોડીને પીએમ અર્થે શહેરની સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી તેમજ આ ઘટનાના પગલે ઘટનાસ્‍થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્‍યા હતા.

(12:57 pm IST)