Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જેતપુર પંથકમાં જુગારની મૌસમ ખીલીઃ ૪ દરોડામાં મહિલા સહિત ર૬ પતાપ્રેમી પકડાયા

જેતપુરમાં બે સ્‍થળેથી ૧૪, જુની સાંકળી ગામે ૭ અને દેવકી ગાલોળ ગામે પ શખ્‍સો પતા ટીંચતા પકડાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૮: શહેર-તાલુકામાં જુગારની મોસમ ખીલી હોય તેમ અલગ-અલગ ૪ દરોડામાં પોલીસે ૧ મહિલા સહિત ર૬ શખ્‍સોને ઝડપી લીધા હતા.

શહેર પોલીસ ઇન્‍સ્‍પેકટર એ. આર. ગોહિલ સ્‍ટાફના રાજુભાઇ શામળા, ચંદ્રીસંહ વસોયા, હિતેષભાઇ વરૂ, મનદિપસિંહ જાડેજા, રામજીભાઇ ગરેજા, નીલેશભાઇ મકવાણા, શકિતસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ જાડેજા, અભયરાજસિંહ જાડેજા, જયેશભાઇ દાફડા, સુમીતાબેન કંડોરીયા ને સાથે રાખી પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્‍યાન મળેલ બાતમીના આધારે મોતી ચોક ઉજજડયા, પાણીના ટાંકા પાસે, શીતલબેન પ્રતાપભાઇ ધાંધલના રહેણાંક મકાનમાં જુગારની રેડ કરતા વિજય દેવજીભાઇ ભરખડા કટાકુડીયા) જયદિપ હકુભાઇ સેખવા (ગોંદરામાં) રૂપેશ દલસુખભાઇ રાજપરા (પીપળા શેરી મોટા ચોક) જીગ્નેસ કનુભાઇ મકવાણા (ગુજરાતી વાડી) મનીષ ઉર્ફે જીગો બાબુભાઇ મકવાણા (ફૂલ વાડી) તથા મકાન માલીક શીતલબેન રોકડા રૂા. ૪ર૯પ૦ તથા મોબાઇલ રૂા. ૧૮૦૦૦ મળી કુલ રૂા. ૬૦,૯પ૦ના મુદામાલ સાથે પકડી પાડેલ હતા.

અન્‍ય રેડમાં લીલાવાળા ખરા શેરી નં. પ માં જાહેરમાં જુગાર રમતા ૮ શખ્‍સો દિપક ભુપતનભાઇ ગંગાજળીયા, જીગ્નેસ મનસુખભાઇ ઉસદળીયા, આશીષ મનસુખભાઇ ઉસદડીયા, જવેલ ભુપતભાઇ ઉસદડીયા, રાજીવ વાલજીભાઇ કાછડીયા, પાર્થ ભરતભાઇ વડાલીયા, ગોપાલ દિનેશભાઇ કોરાટ, કુલદિપ મધુભાઇ હિરપરા (રહે. તમામ બાવાવાળાપરા શેરી નં. પ) ને રોકડા રૂપિયા ૧પ૮ર૦ સાથે પકડી પાડેલ હતા.

તેમજ તાલુકા પી.આઇ. ટી. બી. જાની સ્‍ટાફના મહિપાલસિંહ ચુડાસમા, અરવિંદસિંહ જાડેજા, ગગુભાઇ ચારણ, મયુરભાઇ જોષી, હાર્દિકભાઇ ભીંભા, એમ. કે. રંગપરા, હાર્દિકભાઇ ઓઝા, ચેતનભાઇ ઠાકોર સહિતના એ જુની સાંકળી ગામેથી ભરવાડ લતામાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા કમલેશ જેઠુરભાઇ ગલચર (રહે. જસદણ), રાઘવ રાણાભાઇ સોરીયા, દેવશી પોપટભાઇ વરૂ, રસીક ઉર્ફે લાલો રસીકભાઇ ગજેરા, ભીખા પરસોતમભાઇ પંડયા, લાલજી કુંભાભાઇ વરૂ, પરેશ ભીમાભાઇ વરૂર (રહે. તમામ જુની સાંકળી) ને રોકડા રૂ. રર.ર૪૦ સાથે પકડી પાડેલ હતા.

અન્‍ય રેડમાં દેવશી ગાલોળ ગામે રબારીવાસ ધાબી પાસે જાહેરમાં જુગાર રમતા પિયુલ બાબુભાઇ બગડા, રાજેષ ગોવિંદભાઇ ખુમાણ, વિશાલ દિનેશભાઇ વિસાવેલીયા, પંકજ કાળુભાઇ સતાસીયા (રહે. તમામ દેવશી ગાલોળ) રાજુ ભાયલાલ રખૈયા (રહે. ભીંગરાડ તા. લાઠી) ને રોકડા રૂા. ૧ર,૪પ૦ સાથે પકડી પાડેલ હતા.

(12:55 pm IST)