Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

માળીયાહાટીના પાણીધ્રામાં મુકિતધામમાં શંકર ભગવાનની મુર્તિનું સ્‍થાપન

માળીયાહાટીનાઃ પાણીધ્રા ગામે ગામે સમસ્‍ત મુકિતધામનું શંકરભગવાનની મુર્તિનું સ્‍થાપના કરવામાં આવ્‍યુ હતું. સમસ્‍ત ગામ લોકો દ્વારા ડીજેના તાલે રાસની રમઝટ સાથે ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સમસ્‍ત ગામ ભકિતમય થઇને પ્રાણપ્રતિષ્‍ઠા કરી બાદમાં સત્‍યનારાયણ કથા કરી ત્‍યારબાદ સરપંચ હરેશભાઇએ બાળકોને બટુકભોજન કરાવામાં આવ્‍યુ હતું. આમ જોઇ તો મુકિતધામમાં સામાન્‍ય રીતે લોકો ક્‍યારે ભૂતપ્રેતના ડરથી જતાના હોય પણ પાણીધ્રા ગામે મુકિતધામમાં અનેક વખત કથા તેમજ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે ગામ લોકો મુકિતધામને આસ્‍થાનું કેન્‍દ્ર માને છે અને ભકિત કરે છે કાયમ માટે મુકિતધામ લોકોને આસ્‍થાનું કેન્‍દ્ર બની રહે અને અંધશ્રધ્‍ધા ન રહે તે માટે ગામ લોકો દ્વારા આજરોજ શંકરભગવાનની મૂર્તિની સ્‍થાપના કરવામાં આવી હતી આ તકે વિરમભાઇ નંદાણીયા, ધીરૂભાઇ ભાદરકા, જસાભાઇ વાજા સહિત ગામ લોકો જોડાયા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો.

(12:54 pm IST)