Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

દરિયા સમાન ભાદરમાં એક રાતમાં પોણા ત્રણ ફૂટ નવુ પાણી ઠાલવતા મેઘરાજા : હાલની સપાટી ૨૯ ફૂટને વટાવી ગઇ

આજી-૧માં વધુ ૦.૩૬ ફૂટ પાણી આવ્‍યું : ૬ જિલ્લાના ૩૦ ડેમોમાં ૦ાા થી ૫ ફૂટ નવા પાણીની જોરદાર આવક : રાજકોટ સૌરાષ્‍ટ્રના ૧૩ ડેમો ઓવરફલો અને ૧૩ ડેમના દરવાજા ૦ાા થી ૨ ફૂટ ખોલાયા

રાજકોટ તા. ૧૮ : સચરાચર મેઘસવારીને કારણે રાજકોટ સહિત ૬ જિલ્લાના ૩૦ ડેમોમાં ૦ાા થી ૫ ફૂટ જેવા નવા પાણીની ધોધમાર આવક થયાનું સિંચાઇના વર્તુળોએ આજે સવારે જણાવ્‍યું હતું.

ખાસ કરીને દરિયા સમાન દેખાતો જેતપુર નજીકનો ભાદર-૧ ડેમમાં ૨ાા ફૂટથી વધુ પાણી મેઘરાજાએ ઠાલવતા સપાટી ૨૯ ફૂટને વટાવી ગઇ છે, હવે છલકાવાને ૫ ફૂટ બાકી છે.

આ ઉપરાંત રાજકોટના સૂરવો ડેમમાં ધોધમાર ૫ ફૂટ નવુ પાણી આવ્‍યું હતું.  રાજકોટના આજી-૧માં પણ ૦.૩૬ ફુટ નવુ પાણી સાથે કુલ સપાટી ૨૨ ફૂટે પહોંચવા આવી છે.

ઓવરફલો ડેમની વિગતો જોઇએ તો રાજકોટ જિલ્લાનો ફોફળ, સોડવદર, છાપરવાડી-૧, જામનગર જિલ્લાનો પન્‍ના, ફુલઝર-૨, ડાઇમીણસાર, દ્વારકા જિલ્લાના ધી, વર્તુ-૧, ગઢકી, સોનમતી, સીંધણી, સુરેન્‍દ્રનગર જિલ્લાનો ત્રીવેણી ઠાંગા અને પોરબંદર જિલ્લાનો સોરઠી ડેમ હાલ ઓવરફલો થઇ રહ્યા છે. જ્‍યારે રાજકોટ સહિત ૩ જિલ્લાના ૧૩ ડેમોના દરવાજાઓ ખોલાયાનું ઉમેરાયું છે, અને ગામોને સાવચેત કરાયા છે.

(12:20 pm IST)