Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ચોટીલા તાલુકામાં બે સ્‍થળે દારૂ દરોડાઃ ૪૨૫ બોટલ કબ્‍જે

વઢવાણ,તા. ૧૮: ચોટીલા તાલુકાનાં ગોવિંદપરા આણંદપુર ગામની સીમમાં આવેલ વાડીએ જેમાભાઈ જીણાભાઈ હદાણીના મકાને પોલીસે દરોડો પાડયો હતો. જેમાં જુદી-જુદી બ્રાન્‍ડની રૂા.૯૮,૧૦૦ની કિંમતની ૨૫૫ બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો હતો. જોકે, દરોડા દરમ્‍યાન જેમાભાઈ હદાણી હાજર મળી ન આવતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. જયારે ચોટીલા હાઈવે પર ધરમપુર ગામનાં પાટીયા પાસેથી પસાર થતી સ્‍વીફટ કારની નાની મોલડી પોલીસે તલાશી લેતા કારમાંથી જુદી-જુદી બ્રાન્‍ડની ૧૮૦ બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ, મોબાઈલ, કાર વિગેરે મળી કુલ રૂા.૨,૭૨,૫૦૦નો મુદામાલ જપ્ત કરી કુંઢ ગામના ઉમેશ બાબાભાઈ રાઠોડ નામના શખ્‍સની અટક કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

રળોલ ગામે હૂમલો

લીંબડી તાલુકાના રળોલ ગામે જુની વાતનું મનદુઃખ રાખી મારામારી થતાં એક વ્‍યક્‍તિને ઈજા પહોંચતાં બે વ્‍યક્‍તિ વિરૂધ્‍ધ ગુનો નોંધાયો હતો. રળોલ ગામે રહેતા હુસેનભાઈ માવજીભાઈ સંઘરીયાત એ જણાવ્‍યું હતું કે તેઓ તેમનાં ગામની સંઘરીયાત ફરીના નાકે ઝમઝમ પાન પાર્લરની બાજુમાં હુસેનભાઈ મહમદભાઈની શાકભાજીની દુકાનના ઓટા પર તેમનાં મિત્રો સાથે બેઠાં હતાં. તે સમયે એહમદભાઈ અભરામભાઈ વારૈયા તથાં ઈરફાનભાઈ દાઉદભાઈ ખલીફા બન્ને વ્‍યક્‍તિ બાઈક પર ખુલ્લી તલવાર લઈને આવીને જુની વાતનું મનદુઃખ રાખીને એમહભાઈએ બાઈક પરથી ઉતરીને હુસેનભાઈ પર તલવાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્‍યારે હુસેનભાઈ ને ગંભીર ઇજા થતાં સારવાર માટે લીંબડી સરકારી હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યાં હતાં અને એહમદ વારૈયા, ઈરફાન ખલીફા બન્ને વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:49 pm IST)