Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ઉના અને ગીર ગઢડા પંથકને પીવાનું પાણી પુરૂં પાડતો રાવલ ડેમ ઓવરફલો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૮ : ઉના અને ગીર ગઢડા પંથકને પીવાનું પાણી પુરૂં પાડતો રાવલ ડેમ આજે સવારે ઓવરફલો થઇ ગયેલ છે.  ઉના અને ગીરગઢડા પંથકના ૨૦થી વધુ ગામોને પીવાનું પાણી પુરૂં પાડતો રાવલ ડેમ ઓવરફલો થઇ ગયેલ છે. રાવલ ડેમનો એક દરવાજો અઢી ફૂટ ખોલવામાં આવ્‍યો છે. દશેક દિવસ પહેલા ઉના પાસેનો મછુન્‍દ્રી ડેમ ઓવરફલો થયા બાદ ઉપરવાસમાંથી નદીના પાણીની આવક ચાલુ રહેતા હજુ મચ્‍છુન્‍દ્રી ડેમનો ઓવરફલો સપાટીથી ૧૦ સેમી ઉપર ચાલુ રહેલ છે.

(12:11 pm IST)