Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ઉનામાં મહાકાલેશ્‍વરને ત્રિરંગાનો શણગાર

ઉનાઃ ઇષ્‍ટદેવ અને રક્ષક દેવ તથા ૧૦૨ વર્ષ પહેલા ઉનાનાં રાજા ચંદ્રબળ ઓઝાએ જીર્ણોધ્‍ધાર કરી બનાવેલ મહાકાલેશ્‍વર મહાદેવનું મંદિરે દિવ્‍ય તેજવાળુ શિવલીંગ છે. શ્રાવણ માસમાં વિવિધ શણગારો તથા ઘીની મહાપુજા તથા દિપમાળા યોજાઇ રહી છે. મહાકાલેશ્‍વર મહાદેવ મંદિરના સેવાભાવી યુવાનો મનોજભાઇ સોલંકી, અશોકભાઇ મજીઠીયા, નિલેશભાઇ ટાંક તથા યુવકોએ આ ત્રીજા સોમવારે ૧૫મી ઓગષ્‍ટ નિમિત્તે મહાદેવને ૬ કલાક સુધી વિવિધ રંગો, પુષ્‍પો તથા શણગારથી તિરંગાનો શણગાર કરેલ સુંદર પાઘડી પહેરાવી મહાદેવને દેશભકિતનો શણગાર કરતા શહેર અને તાલુકામાંથી શિવભકતો મોટી સંખ્‍યામાં દર્શન માટે ઉમટી પડયા હતા. સાંજે મહાઆરતી કરી દેશમાં અખંડીતતા, શાંતિ અને સમૃધ્‍ધી માટે પ્રાર્થના કરી હતી. મહાદેવને ત્રિરંગા શણગારની તસ્‍વીર.

(11:10 am IST)